નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) ડુમસ બીચ (Dumas Beach) એટલે કે સુરતીલાલાઓ માટે આર્કષણનું કેન્દ્ર છે. દર રવિવારે મોટી સંખ્યામાં સુરતીઓ દરિયા કિનારે મજા માણવા માટે ડુમસ બીચ આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં આ મજા મોતના દ્વાર સુધી પણ લઈ જતી હોય છે. ત્યારે વધુ એક દરિયામાં ડૂબી જવાથી યુવકના મોતની ઘટના સુરતના ડુમસ બીચ પાસેથી સામે આવી છે. જ્યાં જલારામ મંદિરની પાછળ નાહવા પડેલો યુવક દરિયાના પ્રવાહ તણાઈ જતા મોત નિપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ફાયર વિભાગને 4 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ શોધી કાઢવા સફળતા મળી હતી. જેમાં મૃતક SMCનો સફાઈ કર્મચારી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત SMCમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો યુવક સાવન ખલાસી તેના અન્ય મિત્રો સાથે ગઈકાલે ડુમસ બીચ પાસે આવેલા જલારામ મંદિર દર્શન કરવા ગયો હતો. ત્યારે દર્શન કર્યા બાદ મંદિરની પાછળ આવેલા દરિયામાં સાવન નાહવા પડ્યો હતો. તે દરમિયાન દરિયામાં જોરદાર મોજા ઉછળી રહ્યા હતા. ત્યારે દરિયાના મોજાની ઝપેટમાં આવી સાવન તણાઈ ગયો હતો. સાવન ડૂબી રહ્યો હોવાથી તેના અન્ય મિત્રઓએ તાત્કાલિક 4 વાગ્યાના આસપાસ ફાયર વિભાગને જાણ કરી હતી. જેના પગલે ફાયર વિભાગના જવાનો તાત્કાલિક દરિયા કિનારે દોડી આવ્યા હતા. જેમાં જવાનોએ દરિયામાં સાધનો સાથે રેસ્કયૂ ઓપરેશન હાથધર્યું હતું. ચાર કલાક કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોને સાવનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે તેઓએ પોલીસને જાણ કરતા ડુમસ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસને મૃતકના પરિવારને જાણ કરતા મૃતકનો પરિવાર નવી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. તેમજ જુવાનજોધ યુવાન અકાળે મૃત્યુથી પરિવાર ભારે આઘાતમાં સરી પડ્યો હતો. આ મામલે સ્થાનિક પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. મૃતક યુવક સાવન SMC સફાઈ કર્મચારી તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








