Thursday, April 16, 2026
HomeGujaratપત્નીને છૂટાછેડા આપવાનું કહીને સુરત AAP ના પ્રવક્તા કાળુ વઘાસિયાએ પરિણીતાનો રેપ...

પત્નીને છૂટાછેડા આપવાનું કહીને સુરત AAP ના પ્રવક્તા કાળુ વઘાસિયાએ પરિણીતાનો રેપ કર્યાની FIR

- Advertisement -

નવજીવન ન્યૂઝ, સુરત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે એક બાદ એક પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે. છેતરપિંડીના કેસમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રકાશ દોંગા (Prakash Donga AAP) ની ધરપકડ બાદ હવે સુરત AAP ના પ્રવક્તા સામે રેપની ફરિયાદ (Rape complaint against Aam Aadmi Party leader) નોંધાઈ છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા અને હોદ્દેદારો સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા (Kalu Vaghasiya AAP) સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. પરિણીતાનું શારીરિક શોષણ કર્યા બાદ લગ્નનો ઇનકાર કરી મહિલાને ‘તુષાર ઘેલાણી’ જેવો કાંડ કરવાની કાળુ વઘાસિયાએ ધમકી આપતા મામલો લસકાણા પોલીસ સ્ટેશન (Laskana Police Station) પહોંચ્યો છે.

ડિસેમ્બર-2024માં સુરત શહેર (Surat City) ના લસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો કાળુ ચતુરભાઈ વગાસિયા સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધતા કાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ અંગત જીવનની વાતો કાઢી ઇમોશનલ કરી હતી. કાળુએ “મારી પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે. હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ” તેવી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. પરિણીતાને કાળુ તેના ઘરે તેમજ જુદીજુદી હૉટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. કાળુ વઘાસિયા પાસે લગ્ન માટે મહિલાએ દબાણ કરતા તે ગુસ્સે થઈ ગયો હતો અને મહિલાને ધમકી આપી હતી. કાળુએ ધમકી આપતા કહ્યું હતું કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું કરી દઈશ.

- Advertisement -

આ મામલે ફરિયાદ થતાં લસકાણા પોલીસ સ્ટેશનમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આરોપ લાગતા લસકાણા પોલીસ પૂરાવાઓ એકત્ર કરવાનું શરૂં કર્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular