નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ Gir Somnath Fake PA Arrest : ગુજરાતમાં નકલી અધિકારીઓની (Fake Officers) ભરમાણ નિકળી હોય તેમ લોકો સામે રોફ જમાવવા માટે લોકો ખોટી ઓળખ ઊભા કરતાં હોવાના તાજેતરમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આજે વઘુ એક કિસ્સો ગીર સોમનાથમાં (Gir Somnath) સામે આવ્યો છે. જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીના (Harsh Sanghavi) PAની ઓળખ આપીને લોકો સામે રોફ જમાવતો હતો. ગીરસોમનાથ LCBની ટીમે ગૃહ રાજ્યમંત્રીના PAની ખોટી ઓળખ આપનાર વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.
ગીરસોમનાથમાં ગૃહ રાજ્યમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને જગદીશ નંદાણીયા લોકો સામે રોફ જમાવતો હતો. લોકો તેની વાતમાં ફોસલાઈ જાય તે માટે ગઠિયાએ ટ્રુ કોલર એપલિકેશનમાં તેના નંબરની ઓળખમાં હર્ષ સંધવી PA લખ્યું હતું. સાથે જ હર્ષ સંધવીનો ફોટો પણ મુક્યો હતો. ત્યાર બાદ ગઠિયો ગૃહમંત્રીના PA દત્તાજીની ખોટી ઓળખ આપીને સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓમાં નોકરી કરતાં જાણીતાઓની બદલી કરવા, નોકરીમાં રાહત આપવા વગેરે પ્રકારની ભલામણો કરવા માટે અધિકારી અને કર્મચારીઓને ફોન કરતો હતો.
કેવી રીતે ફુટ્યો ભાંડો
ગઠિયાએ દોઢ મહિના પહેલા વેરાવળ ST ડેપોમાં ટ્રાફિક ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા દયારામ મેસવાણીયાને ફોન કરીને કહ્યું હતુ કે, તે હર્ષ સંધવીની ઓફિસમાંથી PA દત્તાજી બોલે છે, તમારા ડેપોમાં ફરજ બજાવતા ગોપાલ બારડ નોકરી કરે છે. તેમને AC બસમાં ફરજ ફાળવજો સંધવી સાહેબ સાથે વાત થઈ ગઈ છે. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર ઉપરના અધિકારીને વાત કરજો તેમ કહેતા ગઠિયાએ કહ્યું હતું કે, તમારે વલસાડ બદલીમાં જવું લાગે છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ દશ દિવસ પછી ફરીથી ગઠિયાએ ફોન કર્યો હતો અને ફરીથી પોતાની ઓળખ દત્તાજી PA તરીકેની આપીને કહ્યું હતું કે, ગોપાલ બારડને AC બસમાં તમે કેમ નોકરી આપતા નથી. જોકે ટ્રાફિક ઈન્સપેક્ટર શક્ય નથી તેવું કહેતા ફોન કાપી નાખ્યો હતો. ટ્રાફિક ઈન્સપેક્ટરને ગઠિયા પર શંકા જતાં તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે ગીરસોમનાથ LCBની ટીમે જગદીશ નંદાણીયાને ઉમરેઠી ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો.
Tag: Gir Somnath News, Fake PA Arrest in Gir Somnath,
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








