Wednesday, July 22, 2026
HomeGujaratAhmedabadતથ્ય પટેલના કેસમાં સરકાર તરફે પ્રવિણ ત્રિવેદી રોકાયા, વિસ્મયને પણ કરાવી છે...

તથ્ય પટેલના કેસમાં સરકાર તરફે પ્રવિણ ત્રિવેદી રોકાયા, વિસ્મયને પણ કરાવી છે સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 20 જૂલાઈની મોડી રાત્રીના સમયે અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ (Ahmedabad Isckon Bridge Accident case 2023) પર પૂરપાટ ઝડપે આવતી જગુઆર કારે 9 લોકોના ભોગ લીધા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં દોષિત તથ્ય પટેલ (Tathya Patel)ને આકરી સજા કરવામાં આવે તેવી માગણી ઉઠી છે. ત્યારે આ કેસ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે સરકારે આ કેસ લડવા માટે સરકારી વકીલ તરીકે પ્રવિણ ત્રિવેદી (Advocate Pravin Trivedi)ને નિયૂક્ત કર્યા છે.

અમદાવાના ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ લોકો પર કાર ફરી વળતી 9 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનામાં બે પોલીસકર્મી અને એક જી.આ.ડી. જવાનનું જ્યારે અન્ય આશાસ્પદ યુવાનો મોતને ભેટ્યા છે. આ ઘટનાના સમાચાર સામે આવતા જ પ્રજાજનોમાં આક્રોશ ફાટી નિકળ્યો અને જગુઆર કારના ચાલક તથ્ય પટેલને વહેલી તકે કડક સજા થાય તેવી માગણી ઉઠી છે. આ રોષને જોતા સરકાર પર પણ દબાણ સર્જાયું હોય સરકાર પણ ગંભીરતાની મામલા પર નજર રાખી રહી છે. ત્યારે ગતરોજ SG હાઈવે 2 ટ્રાફિક પોલીસે (SG highway 2 traffic Police Station) પણ આ મામલે કડક કાર્યવાહી કરતા IPCની કલમ 279, 337, 338, 304, 504, 506 (2), 114 અને મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184, 134 (બી) મુજબ ગુનો દાખલ કરી તથ્ય પટેલ અને તેના પિતાની પણ ધરપકડ કરી છે. એવામાં હાલ સમાચાર મળી રહ્યા છે કે આ કેસ માટે સરકાર પક્ષે વકીલ તરીકે અગાઉ વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ લડી વિસ્મયને સજા અપાવી ચૂકેલા પ્રવિણ ત્રિવેદીને રોકવામાં આવ્યા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જજીસ બંગલા રોડ પર વર્ષ 2013માં વિસ્મય શાહ દ્વારા બેફામ કાર ચલાવી શિવમ દવે અને રાહુલ પટેલના ભોગ લેવાયા હતા. આ ચકચારી કેસ વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસ તરીકે ઓળખાયો હતો. જે કેસ સમયે પણ આરોપી તથ્યના ઈસ્કોન બ્રીજ કેસની માફક રાજ્યભરમાં રોષ જોવા મળ્યો હતો. આ કેસમાં પણ વકીલ પ્રવિણ ત્રિવેદીએ સરકાર તરફે પેરવી કરી હતી અને વિસ્મય શાહને સજા કરાવી હતી. ઉપરાંત પ્રવિણ ત્રિવેદી ઈ.ડી. અને સી.બી.આઈ.ના હાઈપ્રોફાઈલ કેસ પણ સરકાર તરફે લડી રહ્યા છે. ત્યારે હવે આ કેસમાં તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂધ્ધ પણ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પ્રવિણ ત્રિવેદી કેસ લડશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular