Wednesday, October 21, 2026
HomeGeneralજૂનાગઢમાં મેઘ તાંડવ, ગુજરાતના 285 જેટલા માર્ગ ભારે વરસાદના કારણે બંધ કરાયા

જૂનાગઢમાં મેઘ તાંડવ, ગુજરાતના 285 જેટલા માર્ગ ભારે વરસાદના કારણે બંધ કરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh Rain : ગુજરાતના સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાંડવ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના (Heavy Rain) કારણે જૂનાગઢના (Junagadh) લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચારેય બાજુ પાણી જ પાણીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢમાં છેલ્લા 3 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોવાના આંકડા મળી રહ્યા છે. જેના કારણે જળાશાયો ઓવરફ્લો થયા છે અને નદીઓ ગાંડીતૂર (Flood) બની છે. જેના કારણે શહેરમાં વાહનો રમકડાની માફક પાણીમાં તણાઈ રહ્યા છે. લોકોના ઘરોમાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ (Water logging) ચૂક્યું છે, જેને લઈ તેમના ઘરવખરીના સમાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ગામડાઓની સ્થિતિ શહેર કરતા બદતર જોવા મળી રહી છે. નિચાણાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરીત કરવામાં આવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ગુજરાતના 285 જેટલા માર્ગ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે. જેમાંથી એક નેશનલ હાઈવે અને 13 જેટલા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 3 સ્ટેટ હાઈવે જ્યારે રાજકોટ, જામનગર અને પોરબંદર બે-બે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્ર તરફ જતા વાહનવ્યવહારને પણ પ્રભાવિત થયો છે. વલસાડના 75 માર્ગ, પોરબંદરના 56 માર્ગ, જૂનાગઢમાં 48 માર્ગ, દેવભૂમિ દ્વારકામાં 15 માર્ગે અને નવસારીમાં 25 માર્ગ બંધ કરવામાં આવ્યા છે.

- Advertisement -

જૂનાગઢની કાળવા નદીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા છે. જેમાં નદીના ધમસમતા પ્રવાહનું પાણી શહેરમાં ઘૂસી ચૂક્યું છે. જેના પગલે જૂનાગઢવાસીઓની સ્થિતિ પડ્યા પર પાટુ માર્યા સમાન બની છે. હાલ તંત્ર દ્વારા પણ નદી કિનારે વસવાટ કરતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. NDRF અને SDRFની ટીમ ખડેપગે લોકોના રેસ્કયૂની કામગીરી કરી રહી છે. આજે કેટલાક વિસ્તારમાં નદીના ધસમસતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ છે. જાણે કે જૂનાગઢમાં આભ ફાટ્યુ હોય તેવી રીતે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યો છે અને શહેરના મુખ્ય રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.

Tag: Gujarat Rain Update, Junagadh Heavy Rain News Tooday

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular