નવજીવન ન્યૂઝ. પોરબંદર: Porbandar News: પોરબંદરમાં દરિયા કિનારા ઉપરાંત સુભાષનગરથી લઈને કરલીન બ્રિજ (Subhashnagar to Karli bridge) સુધી ખાડી વિસ્તાર (bay area)આવેલો છે. આ ખાડી વિસ્તારમાં ખારું પાણી જમા થાય છે, જેના કારણે ચેરના વૃક્ષોના જંગલ જેવા પણ દૃશ્યો કેટલીક જગ્યાએ જોવા મળે છે. પરંતુ છેલ્લા 2 દિવસથી આ ખાડી વિસ્તારમાં સંગ્રહિત થયેલા પાણીનો કલર બદલાઈને ગુલાબી (Pink colored water) જેવો થઈ ગયો હતો, જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા હાલ આ પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ પાણીનો કલર કેમ બદલાયો તે સામે આવશે.

આ પ્રકારની વેટ લેન્ડ પર અભ્યાસ કરતાં નિષ્ણાતો જણાવે છે કે, “જે જગ્યાએ ખારું અને મીઠું પાણી ભેગું થતું હોય ત્યાં ‘રેડ અલગી’ નામની એક લીલ જોવા મળે છે. આ લીલમાંથી વધારે ગરમીના સમયમાં ગુલાબી રંગના કેટલાક દ્રવ્યો છૂટા પડે છે. આ કારણે પણ પાણી ગુલાબી થયું હોય અથવા તો કેમિકલ યુક્ત પાણી જો આ જળાશયમાં ઠાલવવામાં આવ્યું હોય તો પણ પાણીનો કલર ગુલાબી જેવો દેખાઈ શકે.”

કેમિકલ ઠાલવવામાં આવ્યું છે કે નહીં તે અંગે વાત કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી જણાવ્યું હતું કે, “પાણીના કલર બદલાવવાની જાણ થતાં જ અમે અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લઈને તેના રિપોર્ટ કરાવવા મોકલી આપ્યું છે. તેનો રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે પાણીમાં કેમિકલ છે કે નહીં, પરંતુ અમારું માનવું છે કે પાણીનો ગુલાબી કલર થવો એ કુદરાતી પ્રક્રિયા છે. ભૂતકાળમાં પણ આવું ઘણી વાર થયું છે. તેમ છતાં અમે તકેદારીના ભાગરૂપે પાણીનું સેમ્પલ લઈને રિપોર્ટ કરવા માટે મોકલી આપ્યું છે.”
TAG: Porbandar News, Pink colored water, Subhashnagar to Karli bridge bay Area
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








