Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદીઓ પાંચ દિવસ તડકામાં સેકાવા રહેજો તૈયાર, 5 દિવસ ઓરેન્જ એલર્ટ

અમદાવાદીઓ પાંચ દિવસ તડકામાં સેકાવા રહેજો તૈયાર, 5 દિવસ ઓરેન્જ એલર્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Orange Alert in Ahmedabad: અમદાવાદમાં કમોસમી વરસાદ (Unseasonal rain) બાદ કાળઝાળ ગરમીની (Heat) શરૂઆત થઈ ચુકી છે. તેવામાં ગુજરાતના હવામાન વિભાગ (Gujarat Weather Forecast) દ્વારા આગામી પાંચ દિવસમાં આકરી ગરમી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત આ દિવસોમાં તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ (Ahmedabad Orange Alert)જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ 10થી 14 મે અતિભંયકર ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે.

- Advertisement -

અમદાવાદમાં આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી બચવા માટે સલાહ આપવમાં આવી છે. સાથે જ અમદાવાદીઓને અપીલ પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા માટે જણાવ્યું છે કે, વધુ પ્રમાણામાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા, ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

અમદાવાદના હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થવાની સંભાવના નથી. હવામાન મોટાભાગે સૂકું રહેવાની શક્યતાઓ છે. દિવસના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓ સહિત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ છે. જ્યાં તાપમાન વધીને 42-44 ડિગ્રી સુધી જવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધીને 40 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં પણ 40 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અહીં ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.

TAG: Gujarat Weather Forecast, Ahmedabad Weather Today, Heat, Orange Alert in Ahmedabad

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular