નવજીવન ન્યૂઝ. ઇસ્લામાબાદ: Imran Khan arrested: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન (Pakitsan Former PM) ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઇમરાન ખાન (Imran Khan) ઇસ્લામાબાદ હાઇકોર્ટમા (Islamabad high court) બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવા માટે જય રહ્યા હતા તે દરમિયાન તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા મુસરત ચીમાએ દાવો કર્યો છે કે, ઈમરાન ખાનને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાનની ધરપકડ લાહોરની રેલી બાદ કરવામાં આવી હતી. જેમાં તેમણે સેના પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. પોતાની રેલીમાં ઈમરાન ખાને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પર નિશાન સાધ્યું હતું.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ પોલીસ વતી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, ‘કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે.’ પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, ‘હાઈકોર્ટ પર હાલમાં રેન્જર્સનો કબજો છે અને વકીલો પર અત્યાચાર થઈ રહ્યો છે.’ તેમણે જણાવ્યું કે, ‘ઈમરાન ખાનની કારને પણ ઘેરી લેવામાં આવી હતી.’ પીટીઆઈના અન્ય એક નેતા અઝહર મશવાનીએ આરોપ લગાવ્યો છે કે, ‘ઈમરાન ખાનનું કોર્ટની બહાર રેન્જર્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.’ મશવાનીના જણાવ્યા અનુસાર, “પાર્ટીએ તેના સમર્થકોને દેશભરમાંથી એકત્ર થવા માટે કહ્યું છે.” ધરપકડ પહેલા વડા પ્રધાન શેહબાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ ઇમરાન ખાન દ્વારા સેના પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોની નિંદા કરી હતી.
ઈસ્લામાબાદ પોલીસનું કહેવું છે કે, ‘સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.’ ઇમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનના જુદા-જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. લાહોરના કેટલાક ભાગોમાંથી આગચંપી અને તોડફોડના અહેવાલો પણ આવી રહ્યા છે.
ઈમરાન ખાને શનિવારે એક રેલીમાં કહ્યું હતું કે, “ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) ઓફિસર મેજર જનરલ ફૈઝલ નસીર તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા.” ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, “તેમની બે વખત હત્યાનો પ્રયાસ કરનાર આઈએસઆઈ ઓફિસર મેજર જનરલ ફૈઝલ નસીર વરિષ્ઠ પત્રકાર અરશદ શરીફની હત્યામાં સામેલ હતા. સેનાના ટીકાકાર અરશદ શરીફની ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્યામાં હત્યા કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ તરફથી તેમના જીવને ખતરો હોવાનું જણાવી તે દેશ છોડીને કેન્યામાં ભાગી ગયો હતો. પોલીસે તપાસકર્તા પત્રકાર પર ગોળીબાર કર્યો, જેમાં તેનું મૃત્યુ થયું.”
ઈમરાન ખાનની ધરપકડને લઈને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અધિકારીઓ તેમની જવાબદારીમાંથી છટકી શકે નહીં. બધું કાયદા મુજબ હોવું જોઈએ. જો આવું નહીં થાય, તો અમે કોઈને પણ છોડશું નહીં. આઈજીએ કોર્ટને જણાવ્યું કે NAB પાસે ધરપકડ વોરંટ છે. વોરંટની નકલ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તેના પર ઇમરાનના વકીલે કહ્યું કે ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796