નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફરજિયાત “e-kyc” બાબતે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે E-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદી પ્રસિધ્ધ કરી કેવી રીતે ઈ-કેવાયસી કરી શકાય તેની વિગતો આપી છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેતા ખેડૂતો માટે હવે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને ઓનલાઈન મારફતે પ્રક્રિયા કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કરનાર લાભાર્થી ખેડૂતોને આધારબેઝ પેમેન્ટ આપવામાં આવશે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ આ પ્રક્રિયા કેવી રીતે થશે તે બાબતે વિગતો આપતા નીચે મૂજબના સ્ટેપ સૂચવ્યા છે.
“e-kyc” કરાવવા માટે પીએમ કિસાન પોર્ટલ પર “આધાર e-kyc” કરવા માટે http://pmkisan.gov.in પોર્ટલ પર Farmers corner (ફાર્મસ કોર્નર)માં આપેલા ઓપ્શન “e-kyc” પર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લીક કરી, ત્યારબાદ Mobile OTP દાખલ કરી કરી Get Aadhar OTP પર ક્લીક કરવું. જેથી આધારકાર્ડ સાથે લીંક થયેલા મોબાઈલ નંબરમાં આધાર ઓ.ટી.પી. (Aadhar OTP) આવશે. ત્યારબાદ Aadhar OTP દાખલ કરી “Submit for Auth” (સબ્મિટ ફોર ઓથ) બટન પર ક્લીક કરતાં “e-kyc is successfully Submitted” ડીસ્પલે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થયેલ ગણાશે. બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ લાભાર્થી “આધાર e-kyc” કરી શકશે. જેનો ચાર્જ લાભાર્થીએ રૂ. 15 ચૂકવવાનો રહેશે.
સાથે જ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૨થી પી.એમ.કિસાન યોજનાનો લાભ તમામ લાભાર્થીઓને “આધારબેઝ” પેમેન્ટથી આપવામાં આવશે. તેથી જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લીંક ન કરાયા હોય તે તમામ લાભાર્થીઓએ બેંક સાથે સંપર્ક કરીને સત્વરે એકાઉન્ટ લીંક કરી લેવા જોઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796