Sunday, May 31, 2026
HomeGujaratSuratVadodara : વડોદરાના ડ્ર્ગ્સ કેસના ફરાર રિઢા ગુનેગારને સુરત ક્રાઈમ બ્રાંચે પકડ્યો,...

Vadodara : વડોદરાના ડ્ર્ગ્સ કેસના ફરાર રિઢા ગુનેગારને સુરત ક્રાઈમ બ્રાંચે પકડ્યો, ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટનો થતો ઉપયોગ

- Advertisement -

Surat Police Arrest Accused In Drug Case : વડોદરા શહેરમાં નોંધાયેલા હાઈપ્રોફાઈલ એમ.ડી. ડ્ર્ગ્સના કેસમાં એક વર્ષથી વૉન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો (Surat Crime Branch arrests fugitive accused in drug case) છે. શુભમ ઉર્ફે સંદિપ ઉર્ફે આદિત્ય ઉર્ફે લક્કીને સુરતના પીપલોદ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ ધરપકડથી બચવા માટે આરોપીએ મોબાઈલ ફોન વાપરવાનો બંધ કરી દીધો હતો. આ કેસમાં શુભમ ઉર્ફે લક્કીની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આરોપી શુભમ ડ્ર્ગ્સના વેચાણના નાણા ગર્લફ્રેન્ડના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હતો.

વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એમ.ડી. ડ્રગ્સ કેસ (MD Drugs case J P Road Police Station Vadodara) માં સંડોવાયેલો અને ફરાર મુખ્ય આરોપી સુરતમાં છુપાયો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું અસલ નામ શુભમ સંજય ચૌબે (ઉં. 32 રહે. સુરત, મૂળ રહે.ઉત્તર પ્રદેશ) છે. શુભમ ચીખલીના સલીમ નામના ડ્રગ્સ માફિયા પાસેથી એમ.ડી. ડ્રગ્સ ખરીદી તેનું છૂટક વેચાણ કરતો હતો. ડ્રગ્સ વેચાણથી મળતા રૂપિયા પોતાની ગર્લફ્રેન્ડ મમતા ગુપ્તાના અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં જમા કરાવતો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular