Saturday, May 23, 2026
HomeGeneralલાખોની લાંચ લેવી હતી ક્લાસ 2 અધિકારીને, ક્લાર્ક સહિત એવા ફસાયા કે...

લાખોની લાંચ લેવી હતી ક્લાસ 2 અધિકારીને, ક્લાર્ક સહિત એવા ફસાયા કે ઠંડીમાં પરસેવા છૂટ્યાઃ સુરત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: રાજ્યમાં ભ્રષ્ટાચાર દરેક હદ વટાવતો હોય તેવું સુરતની આ ઘટના પરથી જણાય છે. જેમાં પત્રકાર એટલે કે દૈનિક અખબારના માલિકને જ અધિકારીઓએ ભ્રષ્ટાચારનો શિકાર બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ અખબારના માલિકે આ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને જાણ કરી અધિકારીઓને ભેરવી દિધા હતા.

સમગ્ર ઘટના એવી છે કે, સુરતમાં દૈનિક અખબારનો વ્યવસાય કરતા એક વ્યક્તિ પાસેથી પ્રાદેશિક માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક તેમજ જુનિયર ક્લાર્કે અખબારમાં સરકારી જાહેરાત માટે લાંચની માગણી કરવામાં આવી હતી. અરજદારને જાહેરાત માટેની અરજીના રિન્યુઅલ માટેની કાર્યવાહી માટે રૂપિયા 5.40 લાખની લાંચ માગી હતી. લાંચની રકમની માગણી કરી પ્રથમ હપ્તા તરીકે રૂપિયા 2.70 લાખ આપવાનું પણ કર્મચારીઓએ જણાવ્યું હતું. જે બાબતની જાણ ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને કરી હતી.

- Advertisement -

માહિતી મળતા જ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બંને ભ્રષ્ટ કર્મચારીઓને ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. બાદમાં આરોપી પરમાર કવસિંગભાઇ જાલાભાઈ [સહાયક માહિતી નિયામક વર્ગ-2], અને જુનિયર કલાર્ક વર્ગ-3 સતિષભાઈ દયારામ જાદવને લાંચ માટે બોલાવવામાં આવ્યા હતા. લાંચ લેવા માટે આરોપીઓ નાનપુરા, બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલ સ્વસ્તિક ઝેરોક્ષની દુકાન પાસે આવ્યા હતા. લાંચની રકમ મેળવતા જ એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. અને એસીબીએ બંને આરોપી કર્મચારીઓની ધરપકડ કરી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular