Thursday, April 24, 2025
HomeGujaratલોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ કરવા સરકારે...

લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના શરૂ કરવા સરકારે આપ્યા સંકેત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. હિંમતનગર: સરકારે કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (old pension scheme) બંધ કરી દીધી છે. જેના કારણે કર્મચારીઓને નિવૃત્ત થયા પછી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે જૂની પેન્શન યોજના બંધ થતાં સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી હતી અને આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે (Kuber Dindor) એક કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ માટે ફરી જૂની પેન્શન યોજના શરૂ કરવાના સંકેત આપતું નિવેદન આપ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના કાકણોલ ખાતે યોજાયેલ જીલ્લા શિક્ષક સંઘના ચિંતન શિબિર અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જૂની પેન્શન યોજના અંગે નિવેદન આપ્યું હતું. જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અંગે નિવેદન આપતા કુબેર ડિંડોરે કહ્યું કે, ભાજપની સરકાર બંધ થયેલી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરશે. કુબેર ડિંડોરે એમ પણ કહ્યું કે, જૂની પેન્શન યોજના ક્યારે શરૂ કરાશે તે માટે તારીખની જાહેરાત નથી કરતાં પણ ભાજપ સરકાર જ આ કામ કરશે. શિક્ષણ મંત્રીએ ચિંતન શિબિરમાં જૂની પેન્શન ઓજના શરૂ કરવા અંગેના એંધાણ આપતા સરકારી કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

- Advertisement -

જૂની પેન્શન યોજના અંગે કુબેર ડિંડોરે આપેલા નિવેદન અંગે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કહ્યું કે, ભાજપ સરકાર અને ભ્રમ સાથે ચાલે છે. ભાજપ સરકાર માત્ર ભ્રમ ફેલાવે છે. વધુમાં મનીષ દોશીએ એમ પણ કહ્યું કે, ભાજપ સરકાર જ જૂની પેન્શન યોજના શરૂ કરશે તો બંધ પણ ભાજપ સરકારે જ કરી છે. દેશના અને રાજ્યના તમામ લોકોને અસુરક્ષાની ભાવના કોઈએ આપી હોય તો તે ભાજપે જ આપી છે એમ પણ મનીષ દોશીએ કહ્યું હતું. ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં મનીષ દોશીએ કહ્યું કે, જૂની પેન્શન યોજના બંધ કરવાનું પાપ જ ભાજપ સરકારે કર્યું છે.

જૂની પેન્શન યોજના એક (OPS) એક પેન્શન યોજાના છે. જે અંતર્ગત સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે કેન્દ્ર સરકારે જૂની પેન્શન યોજનાને નાબૂદ કરી દીધી હતી. જૂની પેન્શન યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. જેમાં મોંઘવારી સહિત નિવૃત્તિ સમયે લેવામાં આવતા છેલ્લા પગારના આધાધા જેટલૂ નિર્ધારિત લાભ પેન્શન ઉપલબ્ધ હતું.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાને એપ્રિલ 2022માં જૂની પેન્શન યોજના લાગુ કરી છે. ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પણ જૂની પેન્શન યોજના શરૂ કરવાની સૂચના 2022માં અપાઈ હતી. જો કે જૂની પેન્શન યોજનાની રકમ સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular