તોફિક ઘાંચી (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): GSSSB Recruitment 2024: ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આવતી કાલે સરકાર નવા વર્ષની ભેટ આપી શકે છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતી કાલે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એક મોટી ભરતીની જાહેરાત કરવા જઈ રહ્યું છે.
તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે (Hasmukh Patel) જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં 5 હજાર જેટલી ભરતી કરવામાં આવશે. ત્યારે આજે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતી કાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જેટલી બેઠકો પર ભરતીની જાહેરાત કરવામાં આવશે. સુત્રો જણાવે છે કે, વર્ગ 3ના કર્મચારી માટેની ભરતી જાહેરાત કરવામાં આવશે. જે માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ભરતી પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલો ફેરફાર છે કે, આ ભરતી પ્રક્રિયામાં દરેક ઉમેદવારો (SC, ST, OBC અને જનરલ) પાસે 500 રૂપિયા ફી વસૂલવામાં આવશે. પરંતુ જે ઉમેદવારો પરીક્ષા આપવા આવશે તેમને આ ફી પરત કરી દેવામાં આવશે. છેલ્લી ઘણી ભરતી પરીક્ષામાં કેટલાક ઉમેદવારો પરીક્ષાનું ફોર્મ ભરીને પરીક્ષા આપવા આવતા નથી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જે ઉમેદવારો પરીક્ષા આપવા આવે છે તેમને ફી પરત કરી દેવામાં આવશે. જે એક સરાહનીય પગલું ગણી શકાય.
આ ઉપરાંત બીજો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે, આ પરીક્ષા અગાઉ જાહેરાત કર્યા ઉજબ ઓનલાઈન નહીં પરંતુ કોમ્પ્યુટર બેઝ્ડ રહેશે. આ આ પરીક્ષા કોઈ સૉફ્ટવેરની મદદથી લેવાશે. જેમાં પહેલા ઉમેદવારોની જવાબવહી સ્ટોર થશે અને બાદમાં તેનું ચેકિંગ કરવામાં આવશે. આમ ઓનલાઈન પરીક્ષામાં ઘાલમેલ ન થાય તેની તકેદારી માટે આવું કરવામાં આવી રહ્યું હોવાનું સુત્રો જણાવે છે.
તાજેતરમાં સામે આવેલા ડમીકાંડ બાદ આગામી ભરતી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય અને ડમી ઉમેદવરો પરીક્ષા ન આપી જાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રિક સિસ્ટમ પણ રાખવામા આવશે. આ સિસ્ટમ થોડી આધુનિક હશે, જેમાં ઉમેદવારોના ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન કરવામાં આવશે. આમ ડમી ઉમેદવારો પર રોક લગાવવા પણ સચિવ હસમુખ પટેલ પ્રયત્નો કરી રહ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796