નવજીવન ન્યૂઝ. અયોધ્યા: આપણાં દેશમાં દેવી-દેવતાઓને લઈ ઘણા બધા વિવાદો સામે આવ્યા છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિષે કોઈ અણછાજતી વાત કરે ત્યારે વાતાવરણ ડહોળાય છે. એવામાં NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) રામને માંસાહારી (Lord Ram Non-Vegetarian) ગણાવ્યા હતા. જેને લઈ સંત સમાજ NCP નેતા સામે ધુંઆ પૂઆ થયો છે અને એક સંતે તો NCP નેતાને મારી નાખવાની પણ વાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અયોધ્યામાં રામમંદિરને (Ayodhya Ram Mandir) લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી નેતાઓ બેફામ રીતે નિવેદનબાજી કરી રહ્યા છે. NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ વિષે એવું નિવેદન આપ્યું કે, રામ 14 વર્ષ વનમાં રહ્યા. તો આટલો લાંબો સમય કોઈ વ્યક્તિ શાકાહાર કેવી રીતે કરી શકે? એટલે કે રામ પણ માંસાહાર કરીને વનમાં રહ્યા હતા.
NCP નેતાના આ નિવેદનને કારણે વિવાદ થઈ શકે છે કેમ કે, કથિત રામભક્તો તથા સંતો રામ વિષેની આ પ્રકારની ટિપ્પણીથી ખૂબ જ નારાજ છે અને NCP સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. અયોધ્યાના તપસ્વી છાવણીના પૂજારી પરમહંસે NCP નેતાને મારી નાખવાની વાત કરી હતી. પૂજારી પરમહંસે કહ્યું કે, NCP નેતાનું આ નિવેદન ઘણું નિંદનીય છે અને રામભક્તોને દુઃખ પહોંચ્યું છે. જો કોઈ અન્ય ધર્મ વિષે આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હોત અત્યાર સુધી કાર્યવાહી થઈ ગઈ હોત.
કેન્દ્ર સરકારને અપીલ કરતાં પરમહંસે કહ્યું કે, 24 કલાકમાં NCP નેતા જીતેન્દ્ર આવ્હાડ સામે કાર્યવાહી નહીં થાય તો હું પોતે જ ચપ્પલથી જીતેન્દ્ર આવ્હાડની હત્યા કરી નાખીશ. આ પ્રકારે NCP નેતા જીતેન્દ્ર આવ્હાડને ચેતવણી આપતા પરમહંસે કહ્યું કે, દુનિયાના ગમે તે ખૂણામાં સંતાઈ જશે તો પણ તેની હત્યા કરી નાખશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796