Saturday, May 23, 2026
HomeGujaratBhavnagarPalitana Forest : પોલીસ ફરિયાદમાં RFO એ 1690 વૃક્ષની કિંમત માત્ર 3.58...

Palitana Forest : પોલીસ ફરિયાદમાં RFO એ 1690 વૃક્ષની કિંમત માત્ર 3.58 લાખ દર્શાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ભાવનગર : રાજ્યનો કદાચ એક માત્ર ભાવનગર એવો જિલ્લો હશે કે જ્યાં તમામ પ્રકારના કૌભાંડો થઈ ચૂક્યાં છે. પાલિતાણાના જંગલમાંથી હજારો વૃક્ષો કાપી નાંખી (Thousands of trees were cut down from the Palitana forest) લાખો રૂપિયાની રોકડી કરનારી ટોળકી સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલિતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશન (Palitana Rural Police Station) માં કરશન રૂખડભાઈ ગોહિલ, કલ્પેશ ધરમશીભાઈ ડાભી, બુધા ચૌહાણ, આસિફ શાહ અને મુકેશ બાંભણીયાને આરોપી દર્શાવાયા છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં જંગલ વિભાગે પણ એક ફરિયાદ પોતાના તાબામાં નોંધી કેટલાંક આરોપીની ધરપકડ કરી છે અને તે હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે.

પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઑફિસર પાયલબહેન જાદવજીભાઈ જોષી (Payal Joshi RFO Palitana) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યાં સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓનો વસવાટ છે તેવા રિઝર્વ ફોરેસ્ટ રાજસ્થળી વીડીમાંથી ફોરેસ્ટર કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભીએ 1690 વૃક્ષો મૂળ સાથે ખોદી નાંખ્યા હતા. વૃક્ષ છેદન કરીને કરશન અને કલ્પેશ ડાભીએ બે ટ્રક ચાલકોની મદદથી લાકડાનો જથ્થો મહુવાના દલાલ મુકેશ બાંભણીયાને વેચી માર્યો હતો. કપાયેલા 1690 વૃક્ષોની કિંમત પોલીસ ફરિયાદમાં 3,57,945 રુપિયા અત્રે નોંધનીય છે કે, પાલિતાણા ક્ષેત્રીય રેન્જના ડીસીએફ ચિરાગ અમીને બે સપ્તાહ અગાઉ લાકડા ભરેલી શંકાસ્પદ ટ્રક પકડ્યા બાદ આ મામલો સામે આવ્યો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular