Thursday, July 23, 2026
HomeGujaratAhmedabadNCPના આકાશ સરકાર અને AAPના હોદ્દેદારો મોટી સખ્યામાં કોગ્રેસમાં જોડાયા

NCPના આકાશ સરકાર અને AAPના હોદ્દેદારો મોટી સખ્યામાં કોગ્રેસમાં જોડાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આગામી 2024માં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) નજીક આવી રહી છે, ત્યારે દરેક પાર્ટીઓ પોતાના પક્ષને મજબૂત કરવા માટે પ્રયત્નો કરી રહી છે. તેવી જ રીતે ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) ગત વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જગ્યાએ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) નિમણૂક કરી છે. ત્યાર બાદ જ ગુજરાત કોંગ્રેસમાં AAPના અનેક નેતાઓ અને હોદ્દેદારો જોડાયા છે અને આજે ફરી AAP અને NCPના નેતાઓ અને હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ NCPના નેતા આકાશ સરકાર (Akash Sarkar) અને AAP ગુજરાતનાં અનેક હોદ્દેદારો આજે કોંગ્રેસમાં જોડાયા છે. લોકો કોંગ્રેસમાં જોડાય તો છે પણ નવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ચાર્જ સાંભાળ્યાને ઘણો સમય થઈ ગયો તેમ છતાં હજુ સુધી સંગઠનને લઈને કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી, જે પણ એક ચર્ચાનો વિષય છે.

આજે રાજીવ ગાંઘી ભવન પાલડી ખાતે કોગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં NCPના પ્રવક્તા આકાશ સરકાર કોંગ્રેસમાં જોડાયા હતા, તેમની સાથે મોટા સંખ્યામાં તેમના કાર્યકર્તા સુત્રોચ્ચાર કરી શક્તિસિંહ ગોહિલના હાથે ખેસ પહેરી કોગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે AAPના 54 હોદ્દેદારોએ પણ AAPને અલવિદા કહી કોગ્રેસનો દામન પકડ્યો હતો. દરેકને પ્રદેશ પ્રમુખ અને કોગ્રેસના હોદ્દેદારોએ સાથે મળી સૌને પક્ષમાં આવકાર્યા હતા.

- Advertisement -

ત્યાર બાદ પત્રકાર પરીષદને સંબોઘન કરતાં ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના સેવાના યજ્ઞમાં લોકો સ્વંભુ જોડાઈ રહ્યા છે. કોગ્રેસની વિચારઘારા લોકોના હીત અને રક્ષણ માટે છે. ગરીબો અને વંચીતોના શોષણ માટે કોગ્રેસ પક્ષ સતત અવાજ ઊઠાવી રહી છે. દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. ગેસના બાટલાના ભાવ આસમાને પહોચેલા છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાત કોગ્રેસના સેવાના યજ્ઞમાં રાજ્યના લોકો અને અન્ય પાર્ટીના લોકો પણ અમારી વિચારધારાથી પ્રભીવિત થઈ જોડાયા છે, તે તમામને અમે આવકારીયે છે. જેમ દૂઘમાં સાકર ભળી જાય છે તેમ તમામ લોકો કોગ્રેસમાં ભળી જશે.

મણિપુરની ઘટના અને ઈન્ડીયા નામ પર વિપક્ષી પાર્ટીઓ એક થઈ રહી છે, પણ ગુજરાતમાં તમે સાથી પાર્ટીને તોડી રહ્યા છે તે અને સંસદમાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અમે તોડી નહીં પણ જોડી રહ્યા છે. મણિપુરની ઘટનાના લીધે દેશનું માથું શરમથી ઝૂકી ગયું છે. લડનની સંસદમાં તેની ચર્ચા થઈ રહી છે. વિદેશમાં પણ આ ઘટના સર્દભે ખુબ ચર્ચા છે. તેમ છતાં લોકસભામાં અમને બોલવામાં નથી દેવામાં આવતા. તેથી લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવામાં આવી કે, મણિપુરની જે ઘટના બની છે તેના પર વડાપ્રધાન બોલે અને તેની લાંબી ચર્ચા થાય. તેમાં સરકાર ટૂંકી મુદત આપવાની વાત કરી રહી છે તેના પર અમે સહમત થવાના નથી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular