નવજીવન ન્યૂઝ.ધોરાજી: રાજકોટના (Rajkot) ધોરાજીમાં (Dhoraji) આજે મુસ્લિમ સમુદાયના પર્વ મોહરમની (Muḥarram) ઉજવણી દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં શોટસર્કિટ (short circuit) લાગતા બે લોકોના મૃત્યુ થયા છે અને 17થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પર્વના દિવસે આ દુર્ઘટના બનતા ઉજવણીનો માહોલ માતમ ફેરવાયો છે. ઘટનાના પગલે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં કેટલાક લોકોની ગંભીર હાલત હોવાથી તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધોરાજીના રસૂલપરા વિસ્તારમાં આજે મુસ્લિમ સુમદાય દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. બપોરે 12 વાગ્યાના અરસામાં તાજીયા જુલૂસ નીકળી રહ્યું હતું. આ દરમિયાન તાજીયા ઈલેટ્રિક વીજ લાઈનને અડકતાની સાથે શોટસર્કિટ થયું હતું. જ્યાં જોરદાર કરંટ લાગતા તાજિયા પાસે ઉભેલા 20 થી 25 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે જુલૂસમાં સામેલ લોકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. એમબ્યુલેન્સને જાણ કરતા 5 થી વધુ એમબ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યારે ટૂંકી સારવાર દરમિયાન બે લોકોના મૃત્યુ થયા છે. અન્ય 4 લોકોની હાલત ગંભીર માનવમાં આવી રહી છે.
ઘટનાને પગલે મૃતકના પરિવારજનો પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. યુવકોના અકાળે મૃત્યુથી પરિવારમાં પર્વનો માહોલ શોકમાં ફેરવાયો હતો. ઘટનાની જાણ હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને કરવામાં આવતા ધોરાજી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી પંચનામું કરવાની તજવીજ હાથધરી છે.
મૃતના નામ
જૂનેદ હનીફ
સાજીદ જુમા
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








