Wednesday, February 18, 2026
HomeGujaratVadodaraવડોદરા: ભાજપના કાર્યકરની હત્યા મામલે વાયરલ વિડીયોને અધારે ગોત્રી પોલીસે ત્રણ આરોપી...

વડોદરા: ભાજપના કાર્યકરની હત્યા મામલે વાયરલ વિડીયોને અધારે ગોત્રી પોલીસે ત્રણ આરોપી ધરપકડ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના (Vadodara) ગોત્રી વિસ્તારમાં ગુરવારે મોડી રાત્રે સચિન ઠક્કરના નામના યુવકની નિર્દતાથી હત્યા મામલે મોટા ખુલાસા થયા છે. જેમાં સચિન ઠક્કરની હત્યા કરનારા પાર્થ પરીખ સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જૂના અદાવતનો ખાર રાખી પાર્થ પરીખ અને તેના સાગરિતોએ સચિન ઠક્કર અને તેના ભાઈ પ્રિતેશ ઠક્કરને કારમાં લઈ જઈ હોકી સ્ટિક તેમજ લાકડી વડે ઢોર માર માર્યો હતો. સચિન ઠક્કરને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મૃત થયું હતું. સચિન ઠક્કરને (Sachin Thakkar) બેરેહમીપૂર્વક માર મારતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થયો હતો. જેના અધારે ગોત્રી પોલીસે (Gotri Police) તપાસ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. સચિન ઠક્કર ભાજપનો સક્રિય કાર્યકર (BJP Leader) હોવાનું સામે આવ્યું છે.

બનાવની વિગત મુજબ, થોડા સમય પહેલા સચિન ઠક્કરની પાર્થ પરીખ નામના વ્યક્તિ સાથે પાર્કિંગ મુદ્દે માથકૂટ થઈ હતી. જેમાં મારામારી થતાં સચિન ઠક્કરના ભાઈ પ્રતિશ ઠક્કરે અસામાજિક તત્વો વિરુદ્ઘ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જોકે પોલીસ દ્વારા અસમાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી જે તે સમયે કરી ન હતી. બીજી તરફ સચિન ઠક્કરે અરજી આપી હોવાની જાણ અસામાજિક તત્વોને થતાં તે ઉશ્કેરાયેલા હતા. તે બાબતનો ખાર રાખી આરોપી વિકાસ લોહાણા અને વાસીક અજમેરીએ સચિન ઠક્કર અને પ્રતિશ ઠક્કરને કારમાં લઈ જઈ એક ખુલ્લા મેદાનમાં રાત્રિ દરમિયાન હોક સ્ટિક વડે બેરેહમીપૂર્વક માર માર્યો હતો. જેથી સચિનને ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. સચિન તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જે મામલે ગોત્રી પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના અધારે ધરપકડ કરી હતી.

- Advertisement -

વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, બે આરોપીઓ સચિન અને પ્રતિશને મારી રહ્યા છે. વિડીયોમાં પાર્થ પરીખ દેખાતો નથી. પરંતુ તે ઘટનાસ્થળની આસપાસ હોવાનું અનુમાન લગાવમાં આવી રહ્યું છે. ગોત્રી પોલીસે વાયરલ વિડીયોના અધારે તપાસ હાથધરી વાસીમ અને વિકાસની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પૂછપરછ કરતા પાર્થ પરીખનું નામ સામે આવ્યું હતું.

પાર્થ પરીખ વડોદરાના કુખ્યાત બાબુલ પરીખનો પુત્ર છે. હાલ આ મામલે ગોત્રી પોલીસે વિકાલ લોહાણા, વાસીક અજમેરી અને પાર્થ પરીખની ધરપકડ કરી વડોદરાની મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ હત્યા કેસમાં ગોત્રી પોલીસની સાથે સાયબર સેલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. તેમજ વાયરલ થયેલા વિડીયો અને ટેકનિકલ પુરાવા એકત્રિત કરી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે તજવીજ હાથધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular