નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બન્યૂરોએ વાપીની એક લેબોરેટરિ જેવી કંપનીમાં રેડ કરવામાં આવી હતી. એનસીબીએ આરોપીઓની વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે તે ડ્રગ્સ બનાવીને મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિતના રાજ્યો અને વિદેશમાં પણ મોકલવામાં આવતું હતું. અમદાવાદના એનસીબી ઝોનલ યુનિટે વાપી ખાતે એક ફેક્ટરીનો પર્દાફાશ કરાયો છે. આ ફેક્ટરી છે કે લેબોરેટરિ તે હાલ કહેવું મુશકેલ છે પણ આ સ્થાન પરથી એનસીબીને દરોડા વખતે 68 કિલો સાયકોટ્રોપિક પદાર્થ મળી આવ્યો હતો જે તેમણે કબ્જે કર્યો હતો. આ મામલામાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમની પુછપરછમાં એક પછી એક નવી વિગતો સામે આવી રહી છે.
આ શખ્સો પાસેથી વિગતો સામે આવી હતી કે ફેક્ટરીનો ઉપયોગ સાયકોટ્રોપિક પદાર્થના ઉત્પાદન માટે કરવામાં આવતો હતો. જેનું કોઈ લાયસન્સ પણ તેમની પાસે ન હતું. વાપી જીઆઈડીસીની શ્રી કેમિકલ નામની કંપનીમાં આ રેડ કરવામાં આવી હતી જ્યાંથી નશીલા પદાર્થ બનાવવાનું રેકેટ પકડાયું હતું. આરોપીઓને કોર્ટમાં રજુ કરી કોર્ટ પાસે રિમાન્ડની માગણી કરી હતી, કોર્ટે તા. 10 સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. કેમિકલ પદાર્થોના જાણકાર હોવાને કારણે આ રીતે નશીલા પદાર્થો બનાવ્યા હતા તેવી વિગતો સામે આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











