Friday, June 5, 2026
HomeGeneralસાબરકાંઠા: જન્મદિવસે જ અકસ્માતનો ભોગ બન્યા, મકાનની દીવાલ ધરાશાયી થતાં બેનાં મૃત્યુ

સાબરકાંઠા: જન્મદિવસે જ અકસ્માતનો ભોગ બન્યા, મકાનની દીવાલ ધરાશાયી થતાં બેનાં મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં એક બાંધકામ થઈ રહેલા મકાનની દીવાલ ધરાશાયી થતાં બે લોકોના મૃત્યુ થયા હતા જ્યારે ત્રણ લોકો દીવાલના કાટમાળ નીચે ફસાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામમાં આ ઘટના બની હતી, જ્યારે એક મકાનનું બંધકામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક જ મકાનની દીવાલ ધરાશાયી થઈ જતાં દીવાલની નીચે મકાન માલિક સહિત 5 વ્યક્તિઓ દટાઇ ગયા હતા જેમથી મકાન માલિક અને અન્ય એક શ્રમિકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા, તેમણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.



માલતિ માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે મકાન માલિકનો જન્મદિવસ હતો, પરિવારમાં મોભીના જન્મદિવ્સની ખુશીઓનો માહોલ હતો જે આ દુર્ઘટનાના કારણે માતમમાં ફેરવાઇ ગયો હતો. મકાન માલિકની સાથે અન્ય 4 શ્રમિકો પણ ધરાશાયી થયેલી દીવાલ નીચે દટાયા હતા જેમાંથી એક શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જ્યારે ત્રણ શ્રમિકોને હિંમતનગરની એક ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular