નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં આજે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટરને સસ્પેડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ ખાડીયાના પોલીસ ઈન્સપેક્ટરની બદલી કરવામાં આવી છે. ખાડીયામાં ટ્રાફિક મેનેજમેન્ટમાં નબળી કામગીરી હોવાથી રથયાત્રા નજીક હોવાના કારણે બદલી કરાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈનસ્પેકટર જયદીપ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ પર બેદરકારી રાખવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSIને ઝોન 1ના DCP દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુગારના કેસમાં PSIની બેદરકારીને લઈને તેમની સામે આક્ષેપો થઈ રહ્યા હતા. ત્યાર બાદ ઝોન 1 DCPએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ આજે PSI જયદીપ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીજી બાજુ આજે અમદાવાદ પોલીસ કમીશ્નર દ્વારા ખાડિયાના પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરની બદલી કરવામાં આવી છે. ખાડિયાના પોલીસ ઈન્સપેકટર પી.ડી. સોલંકીના બદલી થવા પાછળનું કારણ સામે આવ્યું છે કે, ટ્રાફિક મેનેજમેન્ટમાં અને રથયાત્રાની નબળી કામગીરીને કારણે તેમની બદલી કરવામાં આવી છે.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.