નવજીવન ન્યૂઝ.નવસારી: Navsari News: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે યુવતીના રહસ્મય મૃત્યુને (Girl Death) લઈ યુવતીના પ્રેમીએ સુરત રેન્જ આઈ.જી.ને પત્ર લખી ઓનર કિલિંગની (honor killing) આશંકા વ્યકત કરી છે. જ્યારે યુવતીના પરિજનોએ યુવતીની હત્યા કરી દફનાવી દીધો હોવાના આક્ષેપ કર્યા હતા. ઘટનાને પગલે નવસારી પોલીસ (Navsari Police) અને વહીવટી તંત્ર દોડતું થયું હતું આ કિસ્સામાં યુવતીના મૃતદેહને કબરમાંથી કાઢી પોસ્ટમોર્ટમમાં મોકલતા તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે હજુ પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે. અંતિમ રિપોર્ટ આવ્યા બાદ યુવતીની હત્યા કે પછી આપઘાત તે અંગેનું કારણ ખબર પડશે.
પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના શરીર પર ઈજાના કોઈ નિશાન મળ્યા નથી. પરંતુ ગળાના ભાગે નિશાન મળ્યા છે. જેમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જણાઇ રહ્યું છે. મહત્વનું છે કે યુવતીની સુસાઈડ નોટ પણ પોલીસને તપાસમાં હાથ લાગી હતી. જેમાં પોતાની મરજીથી આપઘાત કરી રહી હોવાનું સુસાઈડ નોટમાં લખેલું જોવા મળે છે.
જલાલપોરના અબ્રામમાં રહેતા યુવકે તેના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો. જોકે યુવતીના મોતના સમાચાર મળતા પ્રેમીએ ઓનર કિંલિગ અંગેની આશંકા વ્યકત કરી યુવતીના પરિજનો સામે હત્યા કરી દફનાવી દેવાના આક્ષેપ કર્યા હતા. પ્રેમીએ આક્ષેપ સાથેનો આ પત્ર સુરત રેન્જ આઈજીને લખતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરતા પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે યુવતીના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે. સુસાઈડ નોટમાં (Suicide Note) પોતાની મરજીથી આપઘાત કરી રહી હોવાનું લખાયેલું જોવા મળે છે માટે પોલીસે સુસાઈડ નોટ એફ.એસ.એલ. તપાસમાં મોકલી આપી છે.
TAG: Navsari News, Navsari honor killing, girl mysterious death in Navsari
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796