Wednesday, December 11, 2024
HomeGujaratBhavnagarડમીકાંડમાં વધુ 4 આરોપી ઝડપાયા, આરોપીનો કુલ આંક 52 થયો

ડમીકાંડમાં વધુ 4 આરોપી ઝડપાયા, આરોપીનો કુલ આંક 52 થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Dummy Case: ભાવનગરમાં ચાલી રહેલી ડમીકાંડમાં (Dummy Kand)રોજ નવા-નવા આરોપીના નામ ખુલી રહ્યા છે. ત્યારે ભાવનગર પોલીસે (Bhavnagar Police) વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગતરોજ ભાવનગર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી જેમાં એક આરોપી સંજય ગોવિંદભાઈ સોલંકી સરકારી નોકરીયાત છે અને અન્ય એક આરોપી ચંદ્રદિપ ભરતભાઈ ચૌહાણ ભાજપ નેતાનો પુત્ર છે. ગતરોજ ઝડપાયેલા ચાર આરોપીઓની આજરોજ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હાલ તેઓ રિમાન્ડ હેઠળ છે. જ્યારે તોડકાંડના આરોપી યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

ભાવનગર પોલીસે ડમીકાંડ મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ તપાસમાં આગળ નવા-નવા નામ ખુલતા આરોપીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગતરોજ ભાવનગર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને આજરોજ તારીખ 26 એપ્રિલે વધુ ચાર આરોપીઓની ડમીકાંડ મામલે ધરપકડ થઈ છે.

- Advertisement -

ભાવનગર એસ.ઓ.જી. દ્વારા આજરોજ આરોપી મહેશ રામજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 27, વિજયભાઈ ધુડાભાઈ જાંબુચા ઉંમર વર્ષ 25, રીયાજભાઈ કાદરભાઈ કાલાવડીયા ઉંમર વર્ષ 33 અને પ્રતિપાલસિંહ જયુભા ગાહિલ ઉંમર વર્ષ 30ની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરી રહી છે આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરશે.

અત્રે ઉલ્લેખનયી છે કે ડમીકાંડમાં થયેલા તોડકાંડ મામલે પણ ભાવનગર એસ.ઓ.જી. તપાસ કરી રહી છે. જેમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ અને બિપીન ત્રિવેદી તેમજ ઘનશ્યામા લાધવાની ધરપકડ કરી છે. ઉપરાંત યુવરાજસિંહના સાળા કાનભા અને શિવુભા પાસેથી પોલીસે ક્રમશઃ રૂપિયા 38 લાખ અને 25.50 લાખ કબ્જે કર્યા છે. સાથે જ પોલીસને શિવુભાની ઝડપાયેલી રકમના બેગમાંથી એક હાર્ડડિસ્ક પણ મળી આવી હતી. જે હાર્ડડિસ્ક પણ પોલીસે ફોરેન્સીક તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવું રહ્યું કે આ ડમીકાંડ અને તોડકાંડનો રેલો ક્યાં જઈ અટકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular