નવજીવન ન્યૂઝ. ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની હાજરીમાં થયેલી હત્યાને લઈ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. જે અરજીમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવી સમ્રગ કેસની તપાસ કરવા માગ કરાઇ છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે.
સુપ્રિમ કોર્ટમાં અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા અંગેની તપાસ સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયધીશોની કમિટીનું ગઠન કરી કરવામાં આવે તેવી અરજદાર દ્વારા માગ કરવામાં આવી છે. તેમજ અરજદાર એડવોકેટ વિશાલ તિવારીએ ઉત્તરપ્રદેશમાં 2017 બાદથી અત્યાર સુધી થયેલા 183 જેટલા એકાઉન્ટર અંગે તપાસની માગ કરી છે. અરજદારે આ મામલે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પી.વી નરસિમ્હાની બેચમાં તાત્કાલિક સુનાવણી કરવા માગ કરી છે. આ મામલે સુપ્રિમ કોર્ટે 28 એપ્રિલ સુધી એકાઉન્ટર અંગેની યાદી આપવા ઉત્તરપ્રદેશ સરકારને નિર્દેશ કર્યા છે.
મહત્વની વાત છે કે પૂર્વ આઈ.પી.એસ. અધિકારી અમિત ઠાકોરે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરીઅતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યાને લઈ સુપ્રિમ કોર્ટ કે પછી હાઈકોર્ટની દેખરેખ હેઠળ CBI દ્વારા તપાસ કરવા માગ કરી છે. અમિત ઠાકોરે અરજીમાં કહ્યું કે અતિક અહેમદ અને અશરફ અહેમદ બંને આરોપી હતા પણ જે રીતે તેમની હત્યા થઈ છે. તે ઘટના રાજ્યની પૂર્વ આયોજિત કાવતરૂ હોવાની સંભાવના છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796