Friday, June 5, 2026
HomeNationalકોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવાના નથી, તમારે ખચકાવાની કે અટકવાની જરૂર નથી: મોદી

કોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવાના નથી, તમારે ખચકાવાની કે અટકવાની જરૂર નથી: મોદી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભારતની સૌથી મોટી તપાસ એજન્સીએ CBIએ આજે 60 વર્ષ પૂર્ણ કર્યા. જે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા. CBIના હેડક્વાટર દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ CBIની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે સાથે કોઈનું પણ નામ લીધા વગર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

મોદીએ પોતાના ભાષણમાં CBIને ઉદ્દેશીને કહ્યું હતું કે, તમારે ક્યાંય અટકવાની જરૂર નથી. મને ખબર કે, જેમની વિરુદ્ધ કાર્યવાહી કરો છો, તે લોકો ખૂબ જ શક્તિશાળી છે. તેઓ વર્ષો સુધી સરકાર અને સિસ્ટમનો હિસ્સો રહ્યા છે. આજે પણ તેઓ અમુક જગ્યાએ સત્તામાં છે. પરંતુ તમારે તમારા કામ પર જ ફોકસ રાખવું પડશે. કોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવાના નથી.

જૂઓ વીડિયોમાં શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી

- Advertisement -

વધુ વાંચો: ઉદ્ઘવ ઠાકરેનો શિંદેને ખુલ્લો પડકાર, હિંમત હોય તો મારા પિતાના નામે નહીં મોદીના નામે ચૂંટણી લડજો

તેમણે નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યુ હતું કે, 2014 બાદ અમારી પહેલી જવાબદારી વ્યવસ્થામાં ફરીથી વિશ્વાસ ઊભો કરવાની હતી. જે અમે કરી રહ્યા છીએ. અમે કાળુ નાણું, બેનામી સંપત્તિને લઇ મિશન મોડમાં અભિયાન શરૂ કર્યું છે. જયાં ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં યુવાનોને યોગ્ય મોકો મળતો નથી. માત્ર એક ઇકોસિસ્ટમ ફૂલી ફાલી રહી છે. ભ્રષ્ટ્રાચાર એ પ્રતિભાનો સૌથી મોટો દુશ્મન છે. જેનાથી પરિવારવાદને વેગ મળે છે. સમાજનું સામર્થ્ય ઓછું થાય છે. જેનાથી વિકાસ પર નકારાત્મક પ્રભાવ પડે છે. દાયકાઓથી ભ્રષ્ટાચારીઓ દેશની તિજોરી લૂંટવાની એક પદ્ધતિ બનાવી રહ્યા હતા. અગાઉ સરકારી યોજનાથી લાભાર્થીઓને લૂંટવામાં આવતા હતા, જ્યારે આજે જનધન, આધાર, મોબાઇલ અને ટ્રેનિટીની સુવિધાઓથી દેશના દરેક નાગરિકને યોજનાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જેમ જેમ આપણી આર્થિક શક્તિ વધી રહી છે, તેમ તેમ અડચણો પણ પેદા કરવાવાળા પણ વધી રહ્યા છે. આપણી એકતા, ભાઇચારા, આપણા આર્થિક હિતો અને સંસ્થાઓ પર પ્રહારો વધતા જાય છે. આપણે ક્રાઇમ અને ભ્રષ્ટ્રાચારને સમજવાં પડશે અને અટકાવવા પડશે.

- Advertisement -

CBIની જવાબદારી વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, તમારી જવાબદારી દેશમાં ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવાની છે. ભ્રષ્ટ્રાચાર એ ગરીબોનો હક છીનવે છે. અનેક ગુનાઓને જન્મ આપે છે. ભ્રષ્ટાચાર દેશના વિકાસમાં અવરોધ બને છે. આજે દેશમાં ભ્રષ્ટ્રાચાર વિરુદ્ઘ લડત લડવામાં રાજનિતીક ઇચ્છાશકિતની કોઇ કચાસ નથી. તમારે ખચકાવાની કે અટકવાની જરૂર નથી.

આ સિવાય તેમણે સીબીઆઇનું નવું ટ્વિટર એકાઉન્ટ પણ લોન્ચ કર્યુ હતું. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલૉંગ, પૂણે અને નાગપુર ખાતે બનેલા CBIના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હીરક જયંતિ સમારોહમાં વડાપ્રધાનના હસ્તે સ્મૃતિચિહ્ન તરીકે ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Bhavnagar Universityના પેપરલીક મામલે Yuvrajsinhનો મોટો ઘટસ્ફોટ

Latest Gujarati Breaking News

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular