Sunday, April 19, 2026
HomeGujaratVadodaraવડોદરાઃ SITની રચના બાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ 12 પથ્થરબાજને દબોચ્યા

વડોદરાઃ SITની રચના બાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ 12 પથ્થરબાજને દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadoara Violence: વડોદરામાં રામનવમીના દિવસે થયેલા પથ્થરમારા (Stone Pelting) બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (Vadodara Crime Branch) પણ એક્શનમાં આવ્યું છે. શહેરમાં રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારમાં બે અલગ-અલગ પથ્થરમારાની ઘટના બની હતી. જોકે આ બનાવ બાદ ગૃહરાજ્ય મંત્રી (Harsh Sanghavi) દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવતા અગાઉ 23 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે વધુ 12 લોકોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

વડોદરામાં રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારના ગરનારા પોલીસ ચોકી નજીક અને કુંભારવાડા નજીક પથ્થરમારાના બનાવ બન્યા હતા. જેના પડઘા છેક ગાંધીનગર સુધી પડતાં ગૃહવિભાગ એક્શન મોડમાં આવતા પથ્થરબાજો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવતા રામનવમીએ મોડીરાત સુધી કોંબીગ હાથ ધરીને 23 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત ભડકાઉ નિવેદન આપવા બદલ VHPના નેતાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે પથ્થરમારાની આ ઘટના બાદ બનાવના મૂળ સુધી પહોંચવા માટે વડોદરા પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી હતી.

- Advertisement -

SIT દ્વારા શહેરમાં રામનવમી દરમિયાન પથ્થરમારાની ઘટના અંગેના સીસીટીવી ફુટેજ, પોલીસ બોડી વોર્ન કેમેરા ઉપરાંત પ્રાપ્ત ફોટોગ્રાફ્સના આધારે તપાસ શરૂ કરી છે. આ અંતર્ગત વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં તમામને વડોદરા મધ્યસ્થ જેલમાં જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત તપાસ દરમિયાન ઈપીકો કલમ 295 (ખ)નો ઉમેરો કરવા પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે રીતે SIT દ્વારા બનાવ અંગે જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, તે જોતા એવું લાગી રહ્યુ છે કે, આગામી સમયમાં વધુ પથ્થરબાજો જેલ હવાલે જઈ શકે છે.

ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરેલા પથ્થરબાજોના નામ

(1) સાવન કંચનભાઈ હરિજન (ઉં.વ.25,રહે.વિદ્યાવિહાર ક્વાટર્સ, ફતેગંજ, વડોદરા)
(2) જયપાલસિંહ વિક્રમસિંહ રાજ (ઉં.વ. 22, રહે. સિલ્વર સ્કાય, હરણી સમા લીંક રોડ, વડોદરા)
(3) સાગર પ્રકાશભાઈ ત્રિવેદી (ઉં.વ.39, રહે.કુંભારવાડા, ફતેપુરા, વડોદરા)
(4) વિનાયક કિશોર ચાળકે (ઉં.વ.32,રહે.દિવાળીપુરા તરસાલી,વડોદરા)
(5) રાહુલ વિજય રાજપુત (રહે.વિમા દવાખાના વારસીયા, વડોદરા)
(6) અર્જુન મોહનભાઈ સરગરા (ઉં.વ.33, રહે.નુતનસૌરભ સોસાયટી, હરણી રોડ, વડોદરા)
(7) મેહુલ ઉર્ફે રોમિયો સંજયભાઈ રાજપુર (ઉં.વ.22,રહે.ખારી તલાવડી, ફતેપુરા, વડોદરા)
(8) રાજ ઉર્ફે રાજકુમાર ભરતભાઈ દરબાર (ઉં.વ.19, રહે.વિમા દવાખાના પાસે વારસીયા, વડોદરા)
(9) ઈસ્તીયાન ઈલીયાસ શેખ (રહે.ફતેપુરા, પાંજરીગર મહોલ્લા વડોદરા)
(10) સલીમ ઈસ્માઈલભાઈ દુધવાલા(ઉં.વ.51, રહે.પાંજરીગર મહોલ્લા, ફતેપુરા, વડોદરા)
(11) નોમાન ઈલીયાસ શેખ (ઉં.વ.23, રહે.પાંજરીગર મહોલ્લો ફતેપુરા, વડોદરા)
(12) આમીર આરીફભાઈ મંસુરી(ઉં.વ.31, રહે. બરાનપુરા ભાટવાડા,વાડી વડોદરા)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular