નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટ્વિટરના સી.ઈ.ઓ. ઈલોન મસ્ક (Elon Musk) તેમના આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા છે. આ ક્રમમાં મસ્કે આજે એટલે કે મંગળવારે સવારે ટ્વિટરના (Twitter) ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર કરીને લોકોને ચોંકાવી દીધા હતા. આ વખતે ઈલોન મસ્કે ટ્વિટરના આઇકોનિક બ્લુ-બર્ડને (Iconic Blue Bird) હટાવીને તેની જગ્યાએ ડોગની તસવીર (Doge Meme)લગાવી છે. ટ્વિટરના આ લોકોને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે આ ફેરફાર ટ્વિટરના વેબ પેજ પર છે અને હાલમાં યુઝર્સ ટ્વિટર મોબાઈલ એપ પર માત્ર બ્લુ બર્ડ જ જોઈ રહ્યા છે.
ટ્વિટરનું બ્લુ-બર્ડ હટાવ્યા બાદ સીઈઓ ઈલોન મસ્કે 26 માર્ચ 2022નો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. તેમાં તેમની અને અનામી એકાઉન્ટ વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી હતી. જ્યાં પક્ષીનો લોગો બદલીને “ડોગ” કરવા માટે કહેવામાં આવ્યું હતું. ટ્વિટર પર આ પોસ્ટ શેર કરતાં મસ્કે લખ્યું, “વચન મુજબ” કર્યું.
ટ્વિટરના લોગોમાં ફેરફાર કર્યા પછી, ઇલોન મસ્કએ તેમના એકાઉન્ટ પર ડોગ મીમને શેર કરતી ફની ટ્વિટ શેર કરી. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરી રહેલા એક પોલીસ અધિકારીના હાથમાં ટ્વિટર બ્લુ બર્ડની તસવીર છે અને કારમાં બેઠેલો ડોગ કહી રહ્યો છે કે ‘આ જૂની તસવીર છે’. ડોગ ઈમેજ શિબુ ઈનુ અને ડોજકોઈન બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીનું પ્રતીક અને લોગો છે. તે વર્ષ 2013માં અન્ય ક્રિપ્ટોકરન્સીની સામે મજાક તરીકે લોન્ચ કરવામાં આવી હતી.
21 ડિસેમ્બર 2017ના દિવસે ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આઈ લવ ટ્વિટર. મસ્કના આ ટ્વીટના જવાબમાં અમેરિકન પત્રકાર ડેવ સ્મિથે કહ્યું તમે કેમ ખરીદી લેતા નથી? જોકે મસ્કે વળતા પૂછ્યું – તેની કિંમત કેટલી છે? આ ટ્વીટના 52 મહિના બાદ 25 એપ્રિલ 2022ના રોજ ઈલોન મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલર એટલે કે રૂ. 3,368 અબજ રૂપિયામાં ટ્વિટર ખરીદી લીધું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








