Thursday, April 24, 2025
HomeGujaratનડિયાદમાં શરૂઆતી વરસાદમાં જ ભરાયું પાણી, ગરનાળામાં ફસાયેલી કોલેજ બસનો વીડિયો થયો...

નડિયાદમાં શરૂઆતી વરસાદમાં જ ભરાયું પાણી, ગરનાળામાં ફસાયેલી કોલેજ બસનો વીડિયો થયો વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદ: Nadiad Rain: ગુજરાતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેમ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. નડિયાદમાં (Nadiad) પણ આજે વહેલી સવારથી વરસાદ (Varsad na Samachar) વરસી રહ્યો છે, જેના કારણે નડિયાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. નડિયાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કોલેજ બસ આ પાણી ભરેલા ગરનાળામાં ફસાઈ (college bus stuck in Waterlogged) ગઈ છે અને સ્થાનિકો બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી રહ્યા છે.

Nadiad Rain Water
Nadiad Rain Water

પ્રાથમિક જાણકારી મુજબ, નડિયાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા શ્રેયસ ગરનાળામાં આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. આ પાણીમાં પણ કોલેજ બસના ડ્રાઇવરે બસ કાઢવાનો પ્રયત્ન કરતાં બસ ગરનાળા વચ્ચે ફસાઈ ગઈ હતી. કોલેજ બસમાં વિદ્યાર્થી સાથે અધ્યાપકો પણ હતા. બસ પાણીમાં ફસાઈ જતાં સ્થાનિકોએ બસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, સિઝનના પહેલા વરસાદમાં જ અનેક જગ્યાઓએ પાણી ભરાઈ જવાની ઘાટનો સામે આવી રહી છે, ત્યાર તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોનસૂન કામગીરી માત્ર કાગળો પર જ થતી હોય તેવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઇ રહી છે. આગામી ચોમાસા દરમિયાન ગુજરાતનાં નાગરિકોને હજુ કેતલ્લી હાલાકી ભોગવવી પડશે તે તો સમય સાથે જ ખબર પડશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular