Saturday, June 6, 2026
HomeGujaratAhmedabadAhmedabad : 60 લાખની નકલી નોટો છાપનારી ટોળકીએ માસ્ટરમાઇન્ડની જ હત્યા કરી...

Ahmedabad : 60 લાખની નકલી નોટો છાપનારી ટોળકીએ માસ્ટરમાઇન્ડની જ હત્યા કરી દીધી, 28.94 લાખની નોટો પોલીસે કબજે કરી

- Advertisement -

Fake currency printing racket busted in murder case investigation : અમદાવાદના વટવા પોલીસ (Vatva Police Ahmedabad) ને બંધ ફલેટમાંથી મળી આવેલી લાશના કેસની તપાસમાં નકલી ચલણી નોટોનું રેકેટ મળી આવ્યું છે. સતેજ હોમ્સમાં આવેલા ભાડાના ફલેટમાં આધેડની હત્યા કરી દેવા પાછળનો આશ્રય નકલી નોટોના કૌભાંડને સંતાડવાનો હતો. મૃતક નકલી નોટો છાપવાના પ્લાનનો મુખ્ય ભેજાબાજ હતો. ઝોન-8 એલસીબી ટીમ (Zone-8 LCB Team) અને વટવા પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી ટોળકીએ 60 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો છાપી દીધી હોવાનો ખુલાસો થયો છે. જે પૈકી 28.94 લાખની નકલી નોટો (FCIN), પ્રિન્ટર સહિતની સામગ્રી કબજે લેવામાં આવી છે.

વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. વછેટા (PI A A Vachheta)ની ટીમ અને ઝોન-8 એલસીબીની ટીમે સુરજ સહાની, રવિકુમાર શાહ, વિરેન્દ્રસિંઘ બધેલ ઉર્ફે વીરુ, ચંદ્રમોહન શર્મા, મેરાજ રબારી અને એક સગીરની ધરપકડ કરી છે. પોલીસ ટીમે 28.94 લાખની નકલી નોટો સહિતની સામગ્રી કબજે કરી છે. વટવાના સતેજ હોમ્સમાં ફલેટ ભાડે રાખીને ત્રણેક મહિનાથી પરપ્રાંતીય ટોળકી નકલી નોટો છાપતી હતી. નકલી નોટો વટાવવા માટે બનાસકાંઠાના મેરાજ રબારીને અપાઈ હતી.

- Advertisement -

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, ટોળકી સાથે સામેલ ભરૂચના હાંસોટ પંથકનો ઈમરાન સિંધા નકલી નોટોના રેકેટને લઈને સાગરિતોને બ્લેકમેલ કરતો હતો. નકલી નોટો છાપતી ટોળકીના સભ્યોનો મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરતો અને માર મારતો હતો. આથી બાકીના સભ્યોએ ભેગા મળીને ઈમરાનને પતાવી દીધો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular