Saturday, June 6, 2026
HomeInternationalUS and Iran War : અમેરિકા-ઈરાન યુદ્ધ વિરામની આશાઓ પર પાણી ફરી...

US and Iran War : અમેરિકા-ઈરાન યુદ્ધ વિરામની આશાઓ પર પાણી ફરી વળ્યું, સામ-સામે હુમલા

- Advertisement -

Military strikes against US and Iran : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે વિશ્વભરમાં તેલ સંકટ (Oil crisis in the world due to US-Iran war) સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ છે. યુદ્ધ વિરામની ચર્ચાઓ વચ્ચે વિરોધાભાસી નિવેદન આપ્યાના ગણતરીના દિવસોમાં આજે સવારે ઈરાન અને અમેરિકાએ સામ-સામે સૈન્ય હુમલા કર્યા છે. જ્યારે લેબનોનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ સીઝ ફાયર હોવા છતાં વધુ તીવ્ર બની ગઈ છે. અમેરિકના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુ (US President Donald Trump Interview) માં ઈરાન સાથેના યુદ્ધમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા હોવાનો દાવો કર્યો છે. અત્રે નોંધનીય છે કે, ખાડી દેશોમાં સાયરન વગાડી (War sirens sounded in Gulf countries) નાગરિકોને છુપાઈ જવા નિર્દેશ અપાયા છે.

ઈરાન દ્વારા હૉર્મુઝ ખાડી વિસ્તારમાં છોડવામાં આવેલી મિસાઈલો અને સંખ્યાબંધ ડ્રોનને અમેરિકન સૈન્યએ હવામાં તોડી પાડ્યા હોવાનું યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે. જ્યારે અમેરિકી સેનાએ ઈરાનની દરિયાઈ સરહદ પર ગોઠવેલી સર્વેલન્સ રડાર સાઈટ્સ પર બૉમ્બ ઝીંક્યા હતા. ઈરાને હૉર્મુઝ ખાડી નજીક અમેરિકના જહાજોની હેરફેરને રોકી દેવા ચેતવણીરૂપે ફાયરિંગ કર્યું હતું. શનિવારે વહેલી સવારે કુવૈત અને બહેરીનમાં યુદ્ધ સાયરન વાગતા નાગરિકોમાં ડર ફેલાયો હતો. લેબેનોનની સેનાએ પુષ્ટિ કરી છે કે, ઈઝરાયલના એક ભયંકર હવાઈ હુમલામાં લેબેનોન આર્મીના એક હાઈ-રેન્કિંગ જનરલ સહિત અનેક સૈનિકો માર્યા ગયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular