Wednesday, April 22, 2026
HomeGujaratહાઇવે પર અચાનક ટ્રકમાં આગ ફરી વળી, વહેલી સવારે રાપર નજીક બની...

હાઇવે પર અચાનક ટ્રકમાં આગ ફરી વળી, વહેલી સવારે રાપર નજીક બની ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાપર: કચ્છ (Kutch) જિલ્લાના રાપરના (Rapar) ચિત્રોડ ગામ નજીકથી પસાર થઈ રહેલા નેશનલ હાઇવે પર અચાનક ટ્રકમાં અચાનક આગ (Truck Fire) લાગ્યાની ઘટના સામે આવી છે. સામખીયારી-રાધનપુર નેશનલ હાઇવે પર વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે હાઇવે પર પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકે સમયસર ટ્રક છોડી દેતા કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ભિષણ આગના કારણે હાઇવેનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાયો હતો.

Truck Fire on Rapar Highway
Truck Fire on Rapar Highway

મળતી વિગતો અનુસાર આજરોજ સવારે 7 વાગ્યા આસપાસ કચ્છના રાપરમાં થઇ પસાર થઈ રહેલા નેશનલ હાઇવે પર ટ્રકમાં અચાનક આગની ઘટના બની હતી. આગમાં સપડાયેલો ટ્રક ટાયર ભરીને જઈ રહ્યો હતી દરમિયાન આગ લાગતા ટાયર ભડભડ સળગી ઉઠ્યા હતા અને થોડી વારમાં આગે ટ્રકને ઘેરી લીધો હતો. ટ્રકમાં આગ લાગ્યાની જાણ થતા જ ટ્રક ચાલક ટ્રકમાંથી ઉતરી ગયો હતો અને રસ્તા વચ્ચે જ સળગતો ટ્રક છોડી દિધી હતો. આગ એટલી ભિષણ હતી કે ધૂમાડાના ગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.

- Advertisement -

હાઇવે પર સળગી રહેલા ટ્રકની જાણકારી મળતા જ હાઇવે પેટ્રોલિંગ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચી તાત્કાલીક આગ કાબૂમાં લઈ લીધી હતી જ્યારે હાઇવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય માટે ટ્રાફિક સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના સમયે ગાગોદર પોલીસ પણ પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular