Saturday, June 6, 2026
HomeNationalખાન સરની થશે ધરપકડ? હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ બાદ...

ખાન સરની થશે ધરપકડ? હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ બાદ કાનૂની લડાઈ તેજ

- Advertisement -

Khan sir case Gyan bindu: પ્રખ્યાત શિક્ષક ખાન સર અને જ્ઞાન બિંદુ કોચિંગના સંચાલક રોશન આનંદ વચ્ચેનો વિવાદ હવે વધુ ગંભીર બન્યો છે. રોશન આનંદની અગાઉ જ ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે હવે ખાન સર વિરુદ્ધ પણ કેસ નોંધાતા તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલ તેમના પર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ખાન સર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ વધુ તેજ બની છે. આ દરમિયાન ખાન સરના વકીલ અરવિંદ કુમાર મવ્વારે જણાવ્યું છે કે તેમના અસીલ તરફથી સોમવાર સુધીમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવશે અને તેઓ આત્મસમર્પણ કરશે નહીં.

- Advertisement -

વકીલનો દાવો છે કે ખાન સર વિરુદ્ધ નોંધાયેલી FIR બદલો લેવા માટે કરવામાં આવેલી કાર્યવાહી છે. તેમના જણાવ્યા અનુસાર, 2 જૂને ખાન સરના સ્ટાફ દ્વારા ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના પગલે આ કાર્યવાહી થઈ હોવાનું તેઓ માને છે.

વકીલ અરવિંદ કુમાર મવ્વારે જણાવ્યું હતું કે સુરક્ષા કારણોસર ગાર્ડ્સ દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. તેમ છતાં FIRમાં ખાન સરનું નામ સામેલ કરવામાં આવ્યું છે, જે તેમને ફસાવવાનો અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

બીજી તરફ પોલીસ તપાસ દરમિયાન ખાન સરના ગાર્ડ્સે આપેલા નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગાર્ડ્સના નિવેદન મુજબ, તેમને કહેવામાં આવ્યું હતું કે “તમે ગોળી ચલાવો, બાકીનું અમે સંભાળી લઈશું.” પોલીસ આ નિવેદનને આધારે ખાન સર વિરુદ્ધ કાર્યવાહી આગળ ધપાવી રહી છે.

- Advertisement -

ખાન સર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109 હેઠળ કેસ નોંધાયો છે. આ કલમ હેઠળ દોષી સાબિત થવા પર 10 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. અહેવાલ મુજબ, આ ગુનામાં આગોતરા જામીન મેળવવાની પ્રક્રિયા પણ કાનૂની રીતે પડકારજનક બની શકે છે.

શુક્રવારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને IG કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ કોઈપણ કોચિંગ સંસ્થાના પ્રભાવમાં આવીને ગેરમાર્ગે દોરાય નહીં.

ઉલ્લેખનીય છે કે મંગળવારે રાત્રે ખાન સરની કોચિંગ સંસ્થા પર હુમલો થયો હતો, જેમાં એક ગાર્ડ ઈજાગ્રસ્ત થયો હતો અને તોડફોડની ઘટના પણ બની હતી. શરૂઆતમાં પોલીસે ફાયરિંગની ઘટનાને નકારી કાઢી હતી, પરંતુ બાદમાં વાયરલ થયેલા વીડિયોના આધારે સમગ્ર કેસની ફરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular