Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં સાસરી પક્ષના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ ફ્લેટ પરથી પડતું...

અમદાવાદમાં સાસરી પક્ષના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી મહિલાએ ફ્લેટ પરથી પડતું મૂક્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) રામોલ વિસ્તારમાં સાસરી પક્ષના ત્રાસથી કંટાળી મહિલાએ ત્રીજા માળેથી જંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરતાં પહેલા મહિલાએ પોતાના ભાઈને વોટ્સએપ પર મેસેજ મોકલી આત્મહત્યાની વાત જણાવી હતી. જેમાં તેણે સાસરી પક્ષ તરફથી મળતા અસહ્ય ત્રાસને પગલે આ પગલું ભરી રહી હોવાનું જણાવ્યું હતું અને આજે મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી જંપલાવી દીધું હતું. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા રહીશો પણ દોડી આવ્યા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર મળતા મહિલાનો ભાઈ પણ અમદાવાદ દોડી આવ્યો હતો અને આ મામલે તેણે રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ખાતે 4 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષપ્રરેણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગતો મુજબ, ફરિયાદીની બહેનના લગ્ન 2018માં રામોલમાં રહેતા સંદીપ પટેલ સાથે થયા હતા. લગ્ન જીવન થોડો સમય સારું ચાલ્યું ત્યાર બાદ મહિલા અને સાસરી પક્ષ વચ્ચે કોઈને કોઈ બાબતોને લઈ ઝઘડો થતો હતો. સાસરી પક્ષના લોકોએ મહિલાને માનસિક શારિરીક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. જેના કારણે અસહ્ય ત્રાસથી કંટાળી મહિલાએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. તાજેતરમાં મહિલાએ તેના ભાઈને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે, સાસરી પક્ષના લોકો ખૂબ હેરાન કરતા હું તમને છોડીને જાઉં છું, મારું અંગદાન કરજો. આ બાદ મહિલાએ પોતાના ફ્લેટના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું. ઘટનાને પગલે ફ્લેટના રહીશો એકત્રિત થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકમાં આવેલી હેલ્થ વન હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

બહેનની આત્મહત્યાની જાણ ફરિયાદીને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. બહેને વોટ્સએપ પર આપઘાત પહેલા કરેલા મેસેજને અધારે ફરિયાદીએ રામોલ પોલીસ સ્ટેશનમાં મૃતકની સાસુ, સસરા, નણંદ અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે. રમોલ પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Tag: Ahmedabad Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular