નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સરકાર ગર્ભવતી મહીલાઓ માટે માતૃશક્તિ યોજના ચલાવે છે, જ્યારે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે. સરકાર મહીલાઓને પ્રસુતિ દરમિયાન સરકારી હોસ્પિટલમાં ધણી સારી સુવિધા પુરી પાડે છે અને જરૂરી સહાય આપે છે. તેમ છતાં ગુજરાતમાં ગર્ભપાતના (Abortion) કિસ્સાઓ સતત વધી રહ્યા છે જે રોકવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ આજે ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) કર્યા છે.
આજે એક પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1 લાખ અને 71 હજાર કરતાં પણ વધારે મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે. જો છેલ્લા પાંચ વર્ષમાં સરકારી ચોપડે આટલા ગર્ભપાતના કેસ નોંધાયા હોય તો ગેરકાયદે થયેલા ગર્ભપાતનો આંકડો કેટલો હશે ? રાજ્યસભામાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આંકડા મુજબ સમગ્ર દેશમાં વર્ષ 2021-22માં 13,65,096 મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં વર્ષ 2021-22માં 30,187 મહિલાઓના ગર્ભપાત થયા છે. આ આંકડા વર્ષવાર જોઈએ તો 2016-17માં 28,204, વર્ષ 2017-18માં 42,391, વર્ષ 2018-19માં 41,883, વર્ષ 2019-20માં 28,660 અને વર્ષ 2021-22માં 30,187 જેટલી મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો છે.”
વધુમાં તેમણે જેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં 1000 પુરુષે 919 મહિલા દર્શાવે છે કે, જેન્ડર રેશિયોમાં આપણે પાછળ છીએ. નબળી આર્થિક પરિસ્થિતિ, શારીરિક બીમારી, ગર્ભમાં બાળકનો ઓછો વિકાસ, ફેમેલી પ્લાનિંગનો અભાવ, પ્રેગ્નન્સી વખતે યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવી, સામાજિક કારણો સહિતનાં અન્ય કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને બાળકની જાળવણી માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ 2022-23માં 811 કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં 8051.63 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ ગુજરાતમાં મહિલાઓનાં ગર્ભપાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે.”
કોંગ્રેસ પક્ષે સરકાર પાસે માગ કરી છે કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાતના કિસ્સા અટકાવા માટે જનજાગૃતિ-સામાજિક જાગૃતિ માટે અસરકાર જાગૃતિ કાર્યકમ દ્વારા છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








