Sunday, September 6, 2026
HomeGujaratAhmedabadહિંમત તો જુઓઃ અમદાવાદમાં જાહેરમાં ફેરિયાઓની જેમ વેચતા હતા ગાંજો, નશાના સોદાગરો...

હિંમત તો જુઓઃ અમદાવાદમાં જાહેરમાં ફેરિયાઓની જેમ વેચતા હતા ગાંજો, નશાના સોદાગરો ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતના હવે માદક પર્દાથનું વેચાણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે. જેના કારણે યુવાધન નશાના ખપ્પરમાં ધકેલાઈ રહ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) સાંજ પડતા જ સિંધુ ભવન રોડ, બોપાલ, વસ્રાપુર સહિતના જે વિસ્તારો છે, ત્યાં ડ્રગ્સ પેડલરો (Drug Peddler) યુવાધનને ટાર્ગેટ કરી ડ્રગ્સ, ચરસ અને ગાંજા સહિત જુદા-જુદા વ્યસનના રવાડે ચઢાવી પૈસા ખંખેરી રહ્યા છે. ત્યારે આવા પેડલરોને પકડવા SOG એક્શન મોડમાં જોવા મળી રહી છે. અમદાવાદ SOGએ શાહીબાગ વિસ્તારમાંથી જાહેરમાં ગાંજાનું વેચાણ કરતા બે આરોપીઓને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે અને તેમની સામે ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ SOGની ટીમને બાતમી મળી હતી કે શહેરના હનુમાન કેમ્પ મંદિરની પાસે આવેલા વાયરલેસ કવાર્ટસ બસ સ્ટોપ આગળ એક મહિલા અને પુરુષ પોતાની પાસે ગાંજાનો જથ્થો રાખી જાહેરમાં છેલ્લા કેટલાક સમયથી વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના અધારે SOGની ટીમ બાતમીવાળા સ્થળ પર ત્રાટકી હતી. મહિલા ડાહીબેન સોલંકી, અને પુરુષ બાબુ ભાટી નામના વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી તપાસ કરતા તેમની પાસેથી 9 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 98 હજાર રૂપિયાની આસપાસ આકંવામાં આવી છે.

- Advertisement -

આ મામલે SOGએ ગાંજાના મુદ્દમાલ સહિત બંને આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને જેલ હવાલે કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે આવા પેડલરો બિલાડીની ટોપીની જેમ માથું ઉચકી રહ્યા છે. તેમજ પૈસા કમાવવાની લાલચમાં યુવાધનને બરબાદ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ નશીલા પર્દાથની પ્રવૃતિ સંદતર બંધ કરવા SOG દ્વારા પણ સમયાંતરે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular