નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીમાં 4 જેટલા નરધામોએ એક મહિલાને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સંદર્ભમાં મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi A Division Police Station) માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને આ નરધામોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલા રાત્રિ દરમિયાન પોતાનું કામ પતાવી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ નજીકમાં આવેલી ઓફિસમાં મહિલાને કામના બહાને બોલાવી હતી અને જબરદસ્તીથી કેફી પર્દાથ પીવડાવી એક બાદ એક નરાધમોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમોના આ કૃત્યના કારણે મહિલા બેભાન થઈને ઢળી પડી હતી. સવારે ઉંઘમાંથી ઉઠતા એક વ્યક્તિ તેની બાજુમાં નિર્વસ્ત્ર હાલતમાં ઉંઘતો હતો. જેને લઈ મહિલા ચોંકી ઉઠી હતી અને સમ્રગ મામલે તેની જોડે બનેલી ઘટનાને લઈ હિંમત બતાવી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
અવાર-નવાર મહિલાઓ સાથે આવી ઘાટનો બનતી હોય છે, પરંતુ બેડનામીના ડરે મહિલાઓ તેમની સાથે બનેલી ઘટના અંગે કોઈને જાણ કરતી નથી અને શારીરિક શોષણનો ભોગ બનતી રહે છે. આવા કિસ્સાઓમાં પરિવારે પણ મહિલાઓને સાથ અને હિંમત આપવી જોઈએ અને તાત્કાલિક આવા નરાધામો સામે પોલીસ ફરિયાદ કરીને તેમને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.








