Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadનિર્લિપ્ત રાયની ટીમે કરોડોના સટ્ટાના વધુ એક આરોપીને ઋષિકેશથી ઝડપ્યો

નિર્લિપ્ત રાયની ટીમે કરોડોના સટ્ટાના વધુ એક આરોપીને ઋષિકેશથી ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad PCB raid: અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી પ્રિવેનશન ઓફ ક્રાઈમબ્રાન્ચ(PCB)ની ટીમે એક મોટા ક્રિકેટ સટ્ટાના (Cricket Betting) વ્યવહારો ઝડપી પાડ્યો હતા. આ ક્રિકેટ સટ્ટાનો (Cricket Satto) વ્યવહાર કરોડો રૂપિયામાં હતો. સાથે જ ક્રિકેટ સટ્ટાનું ક્નેકશન દુબઈ (Dubai) સુધી હોવાનું સામે આવ્યું હતું. આ ક્રિકેટ સટ્ટાની તપાસ ગુજરાતના DGPએ સ્ટેટ મોનિટરિંગને સોંપી હતી. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલને (state monitoring cell) તપાસ મળતા જ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. આજે આ ક્રિકેટ સટ્ટાના કેસમાં એક આરોપીને ઋષિકેશથી (Rishikesh) દબોચી લેવામાં આવ્યો છે.

કરોડાના ક્રિકેટ સટ્ટાની તપાસ આખરે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ મળતા જ ગણતરીના દિવસોમાં કાર્યવાહી શરૂ કરીને એક આરોપીને દબોચી લીધો છે. ક્રિકેટ સટ્ટા કેસમાં નિલેશ રામી જે વોન્ટેન્ડ હતો તે કેદારનાથ-બદ્રીનાથમાં હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ ઋષિકેશ પહોંચી હતી. ટીમે ઋષિકેશ ખાતેના લક્ષ્મણ ઝુલા રોડ પર આવેલી ત્રિહરી હોટલમાં તપાસ કરીને નિલેશ રામીને ઝડપી પાડ્યો હતો. જોકે આ ક્રિકેટ સટ્ટામાં 15 જેટલા આરોપીઓ ફરાર છે.

- Advertisement -

આ પણ વાંચો : PI તરલ ભટ્ટ સહિત 5ના તપેલા ચઢ્યાં! વ્યવહારોનો રિપોર્ટ થતા થઈ બદલી

મહત્વની વાત છે કે, કરોડાના ક્રિકેટ સટ્ટાની તપાસ માટે ગુજરાતના DGP દ્વારા IPS ભારતી પંડયાની આગેવાની હેઠળ એક સીટની રચના કરવામાં આવી હતી. જેમાં માધુપુરાના પોલીસ ઈન્સપેક્ટર અને PCBના પોલીસ ઈન્સપેક્ટર પણ હતા. પોલીસ તપાસમાં ક્રિકેટ સટ્ટાનો વ્યવહાર રૂ. 5000 કરોડ સુઘીનો હોવાનું સામે આવ્યું હતું. જોકે એક મહિના બાદ સીટ પાસેથી તપાસ લઈ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવી હતી. બાદમાં સીટમાં સામેલ પી.આઈ. તરલ ભટ્ટની બદલી કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

અમદાવાદમાં 15 માર્ચના રોજ માધુપુરા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટા અંગેની માહિતી મળતા PCBની ટીમે સુમિલ કોમ્પલેક્સમાં દરોડો પાડીને સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે પોલીસે જિતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલની ધરપકડ હતી જ્યારે 16 લોકોને વોન્ટેન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરોડોમાં પોલીસે ગુજરાતના ઈતિહાસમાં ક્રિકેટ સટ્ટામાં સૌથી મોટા વ્યવહારનો પર્દાફાશ અમદાવાદ પી.સી.બી.એ કર્યો હતો. દરોડા દરમિયાન PCBને રૂપિયા 1800 કરોડના હિબાસ મળી આવ્યા હતા. ત્યારે હવે SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા વધુ એક આરોપી નિલેશ રામીની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisement -

TAG: Ahmedabad PCB Raid News, SMC SP Nirlipt Rai,

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular