નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર કૉર્મશિયલ કૉમ્પલેક્ષમાં આવેલા નેચરલ સ્પામાં કામ કરતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત (Girl hanged herself at natural spa Junagadh) કરી જીવનનો અંત આણ્યો છે. જૂનાગઢ પોલીસે આ મામલે અકસ્માત મોત નોંધી મૃતદેહ પરિવારજનોને સોંપવા તજવીજ આરંભી છે.
મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી બબીતા શોભિત (ઉ. 36) સપ્તાહ અગાઉ નેચરલ સ્પામાં નોકરીએ લાગી હતી. બબીતાએ કોઈ અગમ્ય કારણોસર સ્પા ખાતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ આરંભી છે. બબીતાએ મરતા પહેલાં કોઈ સ્યૂસાઈડ નૉટ લખી છે કે કેમ ? તેની શોધખોળની સાથે સાથે તેના મોબાઈલ ફોનનો ડેટા પણ તપાસમાં આવી રહ્યો છે. આ સાથે જ સ્પા સંચાલક તેમજ સ્ટાફની પૂછપરછ આરંભી બબીતાના મોતનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, મૃતકની બહેન પણ છેલ્લાં ત્રણ વર્ષથી નેચરલ સ્પામાં નોકરી કરી રહી છે.








