Monday, August 10, 2026
HomeNational30 હજારના પગારદાર એન્જિનિયર પાસેથી મળી 7 કરોડની સંપતિ, જીવનશૈલી જોઈ તમે...

30 હજારના પગારદાર એન્જિનિયર પાસેથી મળી 7 કરોડની સંપતિ, જીવનશૈલી જોઈ તમે પણ ચોંકી જશો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલમાં (Bhopal) ગુરુવારે લોકાયુક્તની ટીમે (MP Lokayukta Raid) આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીનાના (Assistant Engineer hema meena) ઘરે દરોડા પાડ્યા હતા. જ્યારે લોકાયુક્તની ટીમ કાર્યવાહી માટે પહોંચી, ત્યારે બંગલામાં તૈનાત સ્ટાફે તેમને અંદર જવા દીધા ન હતા. ટીમના લોકોએ કહ્યું કે, તેઓ પશુપાલન વિભાગના છે અને સોલાર પેનલ ચેક કરવા આવ્યા છે. આ પછી ટીમ જ્યારે બંગલામાં ગઈ તો અંદરનો નજારો જોઈને તેમની આંખો પણ પહોંળી થઈ ગઈ હતી. હેમાના બંગલા અને ફાર્મહાઉસમાં લોકાયુક્તની ટીમને વિદેશથી મંગાવેલા ટીવી, મોંઘી કૃષિ વસ્તુઓ, વિવિધ જાતિના 100થી વધુ કૂતરા, જમીનના દસ્તાવેજો અને દાગીના મળી આવ્યા હતા. ટીમને એટલી મિલકત મળી આવી હતી કે તેની આકારણી કરવામાં બેથી ત્રણ દિવસનો સમય લાગશે.

13 વર્ષની સેવામાં હેમાને લગભગ 20 લાખ રૂપિયાનો પગાર મળ્યો છે. અધિકારીઓ એ વિચારીને હેરાન છે કે આટલા પૈસાથી તેણે સાત કરોડની સંપત્તિ કેવી રીતે મેળવી લીધી. મધ્યપ્રદેશના ઈતિહાસમાં લોકાયુક્તએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૌથી મોટી અને અલગ પ્રકારની કાર્યવાહી કરી છે. રાજધાની ભોપાલમાં ગુરુવારે પાડવામાં આવેલા દરોડામાં મહિલા આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીના કરોડો રૂપિયાની સંપત્તિની માલિક હોવાનું બહાર આવ્યું છે. 13 વર્ષની નોકરીમાં તેમને જેટલો પગાર મળ્યો નથી, તેનાથી ત્રણસો ગણી વધુ મિલકત તેમની પાસે જોવા મળે છે. તેની સંપત્તિ જોઈને મોટા અર્થશાસ્ત્રીઓ ગણતરી કરવામાં મૂંઝાઈ જશે.

- Advertisement -

લોકાયુક્ત ભોપાલના ડીએસપી સંજય શુક્લાએ જણાવ્યું કે, મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં તૈનાત સહાયક ઈજનેર હેમા મીનાના ઘર પર દરોડા પાડવામાં આવ્યો છે. સવારે 6 વાગ્યાથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હેમા મીનાના ઘરે દેશી અને વિદેશી જાતિના 150 થી વધુ કૂતરા જોવા મળતાં લોકાયુક્તની ટીમ ચોંકી ઉઠી હતી. આ શ્વાનને રાખવા માટે 50 થી વધુ રૂમ બનાવવામાં આવ્યા હતા. કૂતરા માટે રોટલી બનાવવા રૂ.2.50 લાખની કિંમતનું મશીન ખરીદવામાં આવ્યું હતું. કૂતરા માટે રોટલી આ મશીનથી જ શેકવામાં આવતી હતી. હેમાના ઘરમાંથી 1.50 લાખ રૂપિયાનું ઘી પણ મળી આવ્યું છે. આ ઘી કૂતરાઓને પણ ખવડાવવામાં આવતું હતું. તેની પાસે બિલખીરિયા, ભોપાલ ખાતેના ફોર્મ હાઉસ સહિત અનેક મકાનો મળી આવ્યા છે.

30 હજારનો પગાર મેળવનાર હેમા મીના લક્ઝરી સુવિધાઓની ટેવ ધરાવે છે. તેના ઘરે દરોડા દરમિયાન લોકાયુક્ત ટીમને 30 લાખની કિંમતનું ઈમોર્ટેડ ટીવી મળી આવ્યું હતું. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા હતા. લક્ઝરી લાઈફની શોખીન હેમા મીનાના ઘરેથી 20 લક્ઝરી કાર અને મોંઘી દારૂની બોટલો પણ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પોતાને IPS કહેતી હતી. તેના બંગલામાં એક ડઝનથી વધુ કર્મચારીઓ તૈનાત છે. તેણીએ તેની સાથે વાત કરવા માટે વોકી-ટોકીનો ઉપયોગ કરતી હતી. પોતાની જાતને કોઈપણ જોખમથી બચાવવા માટે બંગલામાં જામર લગાવવામાં આવ્યું છે.

હેમા મીનાએ પોતાના પિતાના નામે જે જમીન ખરીદી છે. તેના પર એક કરોડના ખર્ચે આલીશાન બંગલો બનાવવામાં આવ્યો છે. ભોપાલ, રાયસેન અને વિદિશાના ઘણા ગામોમાં જમીન ખરીદીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સાથે જ ખેતીમાં વપરાતા હાર્વેસ્ટર, ડાંગર વાવણી મશીન, ટ્રેક્ટર અને સાધનોની ખરીદી માટેના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. 2020માં મીના સામે અપ્રમાણસર સંપત્તિ હોવાની ફરિયાદ મળી હતી. તપાસ ટીમનું કહેવું છે કે હેમા મીનાને માત્ર પ્યાદા તરીકે જ જોવામાં આવે છે. સંભવત અન્ય કોઇ અધિકારીઓ સાથે તેની ભાગીદારીનો પણ પર્દાફાશ થઇ શકે છે અને કાર્યવાહીમાં વધુ નામો સામે આવી શકે છે.

- Advertisement -

હેમા મીનાની મિલકતો પર દરોડા પાડવા માટે લોકાયુક્તની 50 સભ્યોની ટીમ તેના ઘરે પહોંચી હતી. જોકે ઘરમાં હાજર ગાર્ડ અને અન્ય સ્ટાફે તેમને અંદરથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર લોકાયુક્તની ટીમ પશુપાલન વિભાગના અધિકારી હોવાનો દાવો કરીને ઘરમાં પ્રવેશી હતી. સોલાર પેનલ ચેક કરવાનું કહ્યું અને ઘરમાં ઘૂસીને ટીમે મીનાને રૂમમાં બેસાડીને તેનો ફોન જપ્ત કરી લીધો હતો.

TAG: Bhopal Raid, Engineer hema meena, महिला इंजीनियर

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular