ACB Trap in Gir Somnath: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઊના (Una)માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (Anti Corruption Bureau – ACB)એ સફળ ટ્રેપ (Trap) કાર્યવાહી કરીને એસટી (ST) ડેપોના એક કંડક્ટરને રૂ. 2,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પ્રેસનોટ મુજબ, જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ACBએ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં આરોપી તરીકે ઊના એસટી ડેપો (Una ST Depot)માં ફરજ બજાવતા કંડક્ટર મનીષભાઈ મગનલાલ કાનાબાર (Manishbhai Maganlal Kanabar) સામે ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર, ફરિયાદીના માછલીના પાર્સલો જખો-દીવ (Jakho-Diu) બસમાં આવતા હતા. આ પાર્સલ માટે આરોપીએ દરેક પાર્સલ દીઠ રૂ.100ના હિસાબે કુલ રૂ.2,000ની લાંચની માંગણી કરી હતી. ACB દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપીએ રૂ.2,000ની લાંચ સ્વીકારી હતી, ત્યારબાદ તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન રૂ.2,000ની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી.
આ ટ્રેપની કાર્યવાહી ઊના-દેલવાડા રોડ (Una-Delwada Road) પર આવેલા સિટી બસ સ્ટેશન (City Bus Station) સ્ટોપ પાસે ચાર થાંભલા નજીક જાહેર સ્થળે હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર ટ્રેપની કાર્યવાહી ગીર સોમનાથ ACB પોલીસ સ્ટેશન (Gir Somnath ACB Police Station)ના પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector) એ.ડી. વાળા (A.D. Vala)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કાર્યવાહીનું સુપરવિઝન જુનાગઢ (Junagadh) ACB એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક (Assistant Director) બી.કે. ગમાર (B.K. Gamar) દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ (Rajkot) ACBના નાયબ નિયામક (Deputy Director) બળદેવસિંહ વાઘેલા (Baldevsinh Vaghela) ઇન્ચાર્જ અધિકારી તરીકે જોડાયા હતા.








