CJP Protest Over: જંતર-મંતર પર છેલ્લા મહિના જેટલા સમયથી વિદ્યાર્થીઓનું પેપર લીકને મામલે આંદોલન ચાલી રહ્યું છે તે હવે સમાપ્ત કરવાનો નિર્ણય કોકરોચ જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યાના થોડા સમય પછી, શનિવારે સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રતિનિધિઓ વચ્ચે બીજી બેઠક થઈ. બેઠક પછી એક પત્રકાર પરિષદને સંબોધતા, CJP એ જાહેરાત કરી કે સરકારે તેમની બધી માંગણીઓ સ્વીકારી લીધી છે અને તેઓ હવે તેમનું આંદોલન પાછું ખેંચી રહ્યા છે. CJP પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની તેમની માંગણી વહેલી સવારે પૂર્ણ થઈ ગઈ છે, અને સરકારે તેમને ખાતરી આપી છે કે બાકીની માંગણીઓ મંગળવાર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. હવે આ આંદોલનને તાત્કાલીક ધોરણે સમાપ્ત કરવાની તેમણે જાહેરાત પણ કરી દીધી છે. જુઓ આ વીડિયો
આંદોલન સમાપ્ત ‘તાત્કાલીક ધોરણે’- CJP એ જેપી નડ્ડા સાથે બેસી આ મુદ્દાઓ પર કર્યું સમાધાન
- Advertisement -
- Advertisment -








