CBI gives clean chit to main accused in NEET paper leak case : વર્ષ 2024ના નીટ પેપર લીક કેસમાં એક મોટો વળાંક (Big twist in NEET-UG 2024 paper leak case) આવ્યો છે. બિહાર પોલીસે (Bihar Police) જેને મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો તે સંજીવ મુખિયાને સીબીઆઈએ ક્લીન ચિટ (Sanjeev Mukhiya CBI Clean Chit ) આપી છે. CBI ને પેપર લીક કેસની તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. બિહાર પોલીસે શંકાના આધારે FIRમાં સંજીવના નામનો ઉલ્લેખ કર્યો હતો. 45 આરોપીઓ સામે પટણા કોર્ટમાં CBIએ ચાર્જશીટ રજૂ કરી છે. જોકે, સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ પણ જેલમાં બંધ છે. અત્રે નોંધનીય છે કે, સંજીવ મુખિયા ભૂતકાળમાં અન્ય પેપર લીક કેસોમાં સંડોવાયેલો છે.
NEET-UG 2024 Paper Leak Case ની ફરિયાદ બિહાર પોલીસે દાખલ કરી પ્રાથમિક તપાસ આરંભી હતી. ત્યારબાદ આ મામલાની તપાસ CBI ને સોંપી દેવાઈ હતી. બિહાર પોલીસે પેપર લીક રેકેટના કથિત મુખ્ય સૂત્રધાર તરીકે સંજીવ કુમાર ઉર્ફે સંજીવ મુખિયાને દર્શાવ્યા હતા. CBI ને તપાસ સોંપાતા પ્રશ્ન પત્રની ચોરીથી લઈને તેની વહેંચણી અને તેનો ફાયદો ઉઠાવનાર તમામ લોકોની ઓળખ કરી લીધી હતી. સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે, 2024ની NEET-UG પરીક્ષાના પેપર લીક અથવા તેની વહેંચણીમાં સંજીવ મુખિયા સામેલ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. CBI દ્વારા પટણા કોર્ટમાં 45 લોકો વિરુદ્ધ પૂરતા પુરાવા સાથે અલગ-અલગ ચાર્જશીટ રજૂ કરી છે.








