Monday, May 25, 2026
HomeGujaratભાજપમાં ભંગાણ, શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષના 9 સભ્યોએ આપી દીધા રાજીનામાં

ભાજપમાં ભંગાણ, શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષના 9 સભ્યોએ આપી દીધા રાજીનામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કલોલ: Kalol News: ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. ભાજપ સાથે જોડાયેલા કાર્યકરો તથા નેતાઓ પાર્ટી દ્વારા કરવામાં આવેલા નિર્ણયોનું સમર્થન કરે છે. જેના કારણે ભાજપને આટલી જંગી બહુમતી મળી છે. પરંતું કલોલ નગર પાલિકાના (Kalol Nagarpalika) ભાજપના (BJP) 9 ચૂંટાયેલા સભ્યોએ એકસાથે રાજીનામું આપી દીધાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર જીલ્લાની કલોલ નાગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના પદને લઈ કાઉન્સિલરોમાં મતભેદ થયો હતો. એક વર્ષ અગાઉ સમિતિના ચેરમેનની નિમણૂંક અને દબાણની કામગીરી દરમિયાન પણ પ્રમુખ બદલવાની માગ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જ શૈલેષ પટેલની પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા પ્રમુખ શૈલેષ પટેલ સામે જ ભાજપના નગરસેવકોમાં રોષ જોવા મળ્યો હતો. શૈલેષ પટેલનું પ્રમુખ તરીકે નામ જાહેર થતાં જ નગરસેવકોએ ચાલતી પકડી હતી. ત્યારે સોમવારે આ બાબતે નારાજ થયેલા 9 સભ્યોએ રાજીનામાં ધરી દેતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં ભંગાણ ઊભું થયું છે.

- Advertisement -

હવે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ભાજપથી નારાજ સભ્યોને ભાજપના કાર્યકરો કે નેતાઓ કેવી રીતે મનાવશે તે પણ એક સવાલ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular