Monday, May 25, 2026
HomeNationalદિલ્હીના પૂર્વ નાયબ મુંખ્યમંત્રીને 'સુપ્રીમ' ઝટકો, કેસ પુરવાર થઈ રહ્યો હોવાનું સુપ્રિમનું...

દિલ્હીના પૂર્વ નાયબ મુંખ્યમંત્રીને ‘સુપ્રીમ’ ઝટકો, કેસ પુરવાર થઈ રહ્યો હોવાનું સુપ્રિમનું અનુમાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઘાસચારા કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવ ઘણા સમય જેલમાં રહી ચૂક્યા છે. તે જ રીતે દિલ્હીના નાયબ મુંખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) પર પણ કથિત દારૂ કૌભાંડ માટે ED અને CBI દ્વારા ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે મનીષ સિસોદિયાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં સુપ્રિમ કોર્ટે (Supreme Court) જામીન અરજી નકારી કાઢવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ફેબ્રુઆરી માસમાં કથિત દારૂ કૌભાંડ કરવા બદલ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBI તથા ED દ્વારા તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. EDની તપાસ મુજબ મનીષ સિસોદિયાએ 378 કરોડ જેટલી રકમનું દારૂ કૌભાંડ થયું હોવાની વાત કરવામાં આવી હતી. મનીષ સિસોદિયા પર દિલ્હી લીકર પોલિસીમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરીંગનો ગંભીર આરોપ છે. મનીષ સિસોદિયા પર બે અલગ અલગ કેસો દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક ED અને બીજો કેસ CBI દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -

3 જુલાઈના રોજ મનીષ સિસોદિયા દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જે દિલ્હી હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ મનીષ સિસોદિયાએ જામીન માટે સુપ્રિમ કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. 17 ઓકટોબરે થયેલી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એનવીએન ભાટીની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટીસ સંજીવ ખન્ના અને એનવીએન ભાટીએ આજે ચુકાદો આપતા ટાંક્યું કે, આરોપી સિસોદિયા પર લાગેલા આરોપો પ્રથમ દૃષ્ટિએ પ્રસ્થાપિત થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જેથી જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે. સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ત્રણ માસ પછી ફરીથી આરોપી સિસોદિયા જામીન અરજી કરી શકશે. આરોપી સિસોદિયાના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતાં કહ્યું હતું કે સિસોદિયા સામે સીધા કોઈ નક્કર પુરાવા નથી જેના કારણે સિસોદિયા પર લાગેલા આરોપો સિદ્ધ થઈ શકે. મનીષ સિસોદિયાનો ટ્રાયલ 6થી 8 મહિનામાં પૂર્ણ કરવાનો પણ સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular