Monday, May 25, 2026
HomeNationalમરાઠા અનામત આંદોલન હિંસામાં ફેરવાયું, NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેનું ઘર સળગાવી માર્યું

મરાઠા અનામત આંદોલન હિંસામાં ફેરવાયું, NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેનું ઘર સળગાવી માર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: Maharashtra News: ગુજરાતનું પાટીદાર અનામત આંદોલન હોય કે માહારાષ્ટ્રનું મરાઠા અનામત આંદોલન (Maratha Reservation Andolan) , હિંસા જાણે કે આંદોલનનો પર્યાય બની ગઈ હોય તે પ્રકારે ઠેર ઠેર હિંસાનું વરવું રૂપ જોવા મળે છે. ગાંધીના ભારતમાં સમસ્યાનું સમાધાન હિંસાના માર્ગે કેવી રીતે હોઈ શકે? ત્યારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનમાં આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેનું (NCP MLA Prakash Solanke) ઘર સળગાવી મૂકવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં શરૂ થયેલું મરાઠા આરક્ષણે હવે હિંસાનું રૂપ લીધું છે. મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા કેટલાક કેટલાક આંદોલનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. આ આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરને આગ ચાંપી દીધી હતી. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેનું ઘર ભડભડ સળગી રહ્યું છે. NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકે શરદ પવાર જૂથના ધારાસભ્ય છે.

- Advertisement -

આ મામલે વાત કરતાં NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ કહ્યું કે, ઘટના બની તે સમયે પરિવાર ઘરે જ હાજર હતો. પરંતુ પરિવારના કોઈ સભ્યને નુકસાન થયું નથી. પરંતુ સંપત્તિને સારું એવું નુકસાન આંદોલનકારીઓએ પહોંચાડયું છે. ઘટના બાદ મહારાષ્ટ્રના મુંખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મનોજ જરાંગે પાટિલે ધ્યાન રાખવાની જરૂર છે કે, પ્રદર્શનકારીઓ ક્યાં જઈ રહ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular