નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh Loot : ગુજરાતમાં ગુનાખોરી એટલી હદે વધી રહી છે કે, લૂંટારુઓને હવે કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. ખુલ્લેઆમ લૂંટની ઘટના સમાન્ય વાત બની રહી છે. ત્યારે જૂનાગઢનાં (Junagadh) કેશોદમાં (Keshod) આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પાસેથી 12 લાખ કરતાં વધુ રકમની લૂંટ (Loot) કરી લૂંટારુઓ ફરાર થઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, કેશોદમાં આવેલા જલારામ મંદિર પરના ગિરિરાજનગરમાં રહેતા અને વી. એન. આંગડિયા પેઢીમાં (Angadia Firm) કામ કરતા પ્રફુલ ગોટેચા અને તેમના ઉપરી કર્મચારી એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે કાળા કલરની એક્ટિવા પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ખુલ્લેઆમ કુંટ મચાવી હતી. પ્રફુલ ગોટેચાના પગ વચ્ચે મૂકેલો થેલો લૂંટારુઓએ ખૂંચવી લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રફુલ ગોટેચા અને તેમના સાથી વી. એન. આંગડિયા પેઢીમાંથી 12 લાખ કરતાં વધુની રકમ લઈને જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. ઘટના સાંજના 8:15 વાગ્યાની આસપાસની હોવાથી એક્ટિવાની નંબર પ્લેટ અંગેની માહિતી સામે આવી શકી નથી.
ઘટનાને પગલે પ્રફુલ ગોટેચાએ અજાણ્યા લૂંટારુઓ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં (Keshod Police Station) ફરિયાદ નોંધાવી છે. પોલીસે આજુબાજુના સીસીટીવી ચેક કર્યા છે, તેમજ જૂનાગઢના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી છે. ખુલ્લેઆમ લૂંટ થતાં આજુબાજુના લોકોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








