Sunday, July 12, 2026
HomeGujaratAhmedabadટીમ SMC ઉપર થયેલા હુમલા કેસમાં ગીર સોમનાથ જિલ્લા LCB ના પીઆઈ-પીએસઆઈ,...

ટીમ SMC ઉપર થયેલા હુમલા કેસમાં ગીર સોમનાથ જિલ્લા LCB ના પીઆઈ-પીએસઆઈ, વેરાવળ PI સહિત 5ને નવરા કરી દેવાયા

- Advertisement -

Five police officer’s Gir Somnath in leave reserve : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જુગારના અડ્ડા ઉપર દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર થયેલા હુમલા (State Monitoring Cell team attacked in Veraval) ના પ્રકરણમાં જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી અને ગીર સોમનાથ એસપી (Gir Somnath SP) એ સમગ્ર મામલામાં પ્રાથમિક રીતે દોષિત જણાતા 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 3 સબ ઈન્સ્પેક્ટરને લીવ રિર્ઝવમાં મુકી દીધા છે. અત્રે નોંધનીય છે કે, સ્ટેટ પોલીસ એજન્સી SMC ઉપર હુમલાની ઘટના બનતા એસપી મયૂર ચાવડા (Mayur Chavda) વેરાવળ દોડી ગયા હતા. જુગાર તેમજ હુમલાના કેસમાં ફરાર મોટાભાગના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા.

વેરાવળ ખાતે જુગારના અડ્ડા ઉપર દરોડો પાડવા ગયેલી SMCની ટીમ પર સ્થાનિક ટોળાએ હુમલો કરી આરોપીઓને છોડાવી લીધા હતા. આ ઘટનાને લઈને પીએસઆઈ જે.એચ સિસોદીયા (PSI J H Sisodiya) એ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. પોલીસ ટીમ ઉપર થયેલા હુમલાની ઘટનાને ગંભીરતાથી લઈ જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા (R V Chudasma) એ ડીવાયએસપીની અધ્યક્ષતામાં 2 PI, 2 PSI સહિતના સ્ટાફની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. ગંભીર ઘટનામાં પ્રાથમિક રીતે જવાબદાર મનાતા વેરાવળ સિટી પીઆઈ જે. એન. ગઢવી, રામભરોસા ચોકી પીએસઆઈ પ્રજાપતિ, LCB પીઆઈ એસ. વી. રાજપૂત અને LCB પીએસઆઈ એચ. એલ. જેબલીયા તેમજ અન્ય LCB પીએસઆઈ એ. સી. સિંધવને લીવ રિર્ઝવમાં મુકી દેવાયા છે. જુગારના અડ્ડા ઉપર એક સમાજે ટોળા સ્વરૂપે કરેલા હુમલાની ઘટનાના પગલે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન (Veraval City Police Station) તેમજ Gir Somnath LCB હાલમાં અધિકારીઓ વિહિન થઈ ગઈ છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular