Friday, July 17, 2026
HomeGujaratAhmedabadમોરબી ઝુલતો પુલ તૂટવાના કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટે આપ્યા...

મોરબી ઝુલતો પુલ તૂટવાના કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટે આપ્યા જામીન, મોરબી-રાજકોટમાં પ્રવેશવા પર પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: આજથી એક વર્ષ અગાઉ મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પડતાં (Morbi hanging bridge collapse case) સરકારી આંકડા મુજબ 135થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પુલ તૂટી પાડવાના મામલે ઓરેવા કંપનીના જવાબદાર અધિકારીઓ તથા સરકારી અધિકારીઓએ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બનાવને પગલે થયેલી ફરિયાદને પગલે 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાથી 5 આરોપીઓને કોર્ટે જામીનમુક્ત કર્યા હતા. 5 આરોપીઓ હજુ પણ જેલમાં છે. બાકી આરોપીઓએ પણ જામીન માટે હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી હતી. જેની આજે હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. જામીન અરજી માટે કરવામાં આવેલી સુનાવણીમાં હાઈકોર્ટે ઓરેવા કંપનીના (Oreva Company) મેનેજર દિનેશ દવેના જામીન મંજૂર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, એક વર્ષ અગાઉ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં 135 લોકો મોતને ભેટ્યા હતા. ઝુલતો પુલ કેમ તૂટી પડ્યો, કેટલા લોકો આ પુલ પરથી પસાર થઈ શકે, તેમજ તંત્ર દ્વારા પુલના મેન્ટેનન્સને લઈ ઘણા બધા સવાલો ઊભા થયા હતા. ઓરેવા કંપનીના ચેરમેન જયસુખ પટેલ સામે પણ ફરિયાદ દાખલ થઈ હતી. પુલ તૂટી પડવાના કેસમાં કુલ 10 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. 10 આરોપીઓમાં 3 સુરક્ષાકર્મીઓ, 2 ક્લાર્કને અગાઉ હાઈકોર્ટે જામીન આપ્યા હતા. ત્યારે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ પણ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

- Advertisement -

દિનેશ દવેએ કરેલી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે મોરબી અને રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન મંજૂર કર્યા છે. હવે 10માંથી 6 આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે અને 4 આરોપીઓ હજી પણ જેલમાં બંધ છે. જેમાં ઓરેવા કંપનીના ચેરમેન જયસુખ પટેલ હાલ જેલમાં છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular