Wednesday, February 18, 2026
HomeGujaratડીસામાં માસૂમ બાળકો પણ પથ્થરમારો કરતાં જોવા મળ્યા, એક જ સમુદાયના બે...

ડીસામાં માસૂમ બાળકો પણ પથ્થરમારો કરતાં જોવા મળ્યા, એક જ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસામાં (Deesa) એક જ સમુદાયના બે જુથ વચ્ચે અથડામણની (Group Clash) ઘટના સામે આવી છે. જેમાં બંને જૂથ વચ્ચે સામ-સામે લાકડી, ધોકા તેમજ પથ્થરમારો (Stone Pelting) કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરંતુ કયા કારણોસર અથડામણ થઈ છે, તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં નાના બાળકોથી લઈ મોટા વ્યક્તિઓ દ્વારા પથ્થરો વડે હુમલા કરવામાં આવ્યો હતો. 70થી 80 લોકોનું ટોળું હતું, જે સામ-સામે પથ્થરમારો કરી રહ્યું હતું. જોકે ઘટનાનો વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અરાજકતા ફેલાવનારા તત્વો સામે કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગત મુજબ, ડીસાના ઇન્દિરાનગરના ધોળીયાકોટ વિસ્તારમાં આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર એક જ સમુદાયના બે જૂથો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં બંને જૂથોના લોકો ધોકા અને પાઈપ વડે એકબીજા પર તૂટી પડ્યા હતા. વાત આટલેથી ન અટકાતા બંને જૂથના લોકો એટલા આક્રોશમાં હતા કે, આ ઝઘડામાં માસૂમ બાળકોના પણ પથ્થરોમારો કરતા જોવા મળ્યા હતા. ઘટનામાં 70થી 80 જેટલા લોકોમાં સામ-સામે પથ્થમારો કરતા વિસ્તારમાં પણ ભારે તિંગદિલી સર્જાઈ હતી. સમ્રગ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના બન્યા બાદ પણ કોઈ ફરિયાદ થઈ નથી.

- Advertisement -

જોકે સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ વીડિયોના આધારે અરાજકતા ફેલાવનારા તત્વોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Tag : Deesa Group Clash News Today, Deesa Crime News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular