Sunday, April 19, 2026
HomeGujaratSurendranagarસુરેન્દ્રનગરઃ અનૈતિક સંબંધમાં કિન્નરે યુવકને આગ ચાંપી દીધી

સુરેન્દ્રનગરઃ અનૈતિક સંબંધમાં કિન્નરે યુવકને આગ ચાંપી દીધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં અનૈતિક સંબધમાં યુવકને આગ ચાંપી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં સુરેન્દ્રનગરમાં એક યુવક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે યુવકને સળગતો જોઈને કોઈએ 108ને જાણ કરી હતી. જેથી યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલાની જાણ પોલીસને થતાં યુવકનું નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે કિન્નર સાથેના અનૈતિક સંબંધની વાત છુપાવીને યુવકે પોલીસને ગોળ-ગોળ ફેરવી હતી. પરંતું પોલીસને આ મામલા શંકા જતાં બાતમીદારોને કામે લગાડીને ગણતરીના દિવસોમાં જ યુવકને જીવતો સળગાવનારા કિન્નરને જેલ હવાલે કર્યો છે.

શું છે સમગ્ર મામલો

સુરેન્દ્રનગરમાં બશીધર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ધીરૂ મુળચંદ મંડપ સર્વિસ અને ડેકોરેશનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 18 તારીખે રાત્રિના 12 વાગ્યાની આસપાસ ધીરૂ નર્મદા કેનાલ પાસે સળગતી હાલતમાં દેખાયો હતો. જેથી નજીકની વાડીમાં રહેતા અજાણ વ્યક્તિએ 108ને ફોન કરતાં ધીરૂને સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ બનાવની જાણ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં પોલીસની ટીમ અમદાવાદ ખાતે દોડતી થઈ હતી. જ્યાં હોસ્પિટલમાં બનાવ અંગે ધીરૂનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ પુછપરછમાં ધીરૂ અલગ-અલગ નિવેદનો આપીને પોલીસને ગુમરાહ કરતો હતો અને કોઈ બાઈક ચાલક પેટ્રોલ છાંટીને આગ ચાંપીને જતો રહ્યો હોવાનું રટણ કરતો હતો. જે વાત પોલીસને ગળે ઉતરે તેમ ન હતી. જેથી પોલીસે ખાનગી રાહે બાતમીદારોને કામે લગાડતા સત્ય કંઈક અલગ જ સામે આવ્યું હતું.

ધીરૂને બે વર્ષ અગાઉ સાનિયા ઉર્ફે યોગેશ નામના કિન્નર સાથે અનૈતિક સંબંધ હતા. કિન્નર હવે આ સંબંધ રાખવા માગતો ન હતો. પરંતું ધીરૂ તેને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેથી તેણે સંબંધ બાધવાની હા પાડી હતી. ગત 18 તારીખે રાત્રિના સમયે ધીરૂ પર કિન્નર સાનિયાનો ફોન આવ્યો હતો અને ધીરૂને મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલ પાસે સંબંધ બાંધવા માટે બોલાવ્યો હતો. જ્યાં બંને જણા પહોંચ્તા ધીરૂએ સાનિયા સાથે છેડછાડ કરતાં સાનિયાએ સંબંધ પુરો કરવા માટે સમજાવ્યો હતો. પરંતું વાત બગડતા સાનિયાએ ધીરૂનો ફોન આંચકી લીધો હતો અને અગાઉથી પ્લાનિંગ મુજબ સાનિયા પાસે બોટલમાં રહેલું પેટ્રોલ ધીરૂ પર છાટીને દીવાસળીથી આગ ચાપીને સાનિયા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ધીરૂના શરીર પર આગ લાગતા તે જમીન પર આળોટવા લાગ્યો હતો. આ દરમિયાન બાજુની વાડીમાં રહેલા વ્યક્તીની નજર પડતાં 108ને જાણ કરવામાં આવી હતી.

આ બનાવ બાદ કિન્નર સાનિયા ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. કિન્નરનું મોબાઈલ લોકેશન દ્વારકા નજીક આવતા સુરેન્દ્રનગર પોલીસે દ્વારકા પોલીસની મદદથી કિન્નરને ઝડપી પાડીને સુરેન્દ્રનગર લઈ આવ્યા હતા. જ્યાં પોલીસે કિન્નરની પુછપરછ કરતાં કબુલાત આપી હતી કે, ધીરૂ સાથે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતા. ત્યારબાદ આ સંબંધો બંધ થયા હતા. પરંતું ધીરૂ સંબંધો રાખવા માટે દબાણ કરતો હોવાથી કંટાળીને સાનિયાએ ધીરૂ પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધો હતો. સમગ્ર મામલે સુરેન્દ્રગર પોલીસે ધીરૂની ફરિયાદના આધારે સાનિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular